પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

આલેક કરપડો

નેાખી તરીને નજરમાં વસી જાય.

ઉકેા ભેાંઠો પડ્યો. ગીડો બેાલ્યો : “ઉકા ! હવે લઈ લે, લઈ લે. ધણીને પોરસ આવે ઈ ટાણે મોઢું ફેરવીએ, માળા મૂરખ ?”

દરબાર ટારડી ઉપર બેઠા, ઉકેા કાળુડી ઉપર ચડ્યો. થેાડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું.

“ભણે, આપા લાખા ! આવે હથિયારે હવે તો બાપડે ઉકેા ભૂંડો લાગે, હો ! ચાકરને શેાભાવીએ, તો પૂરેપૂરો શોભાવીએ. કાળુડીના ચડનારને તો સોનાની ખેાભળે ભાલો હોય, સોનાને કૂબે ઢાલ હોય અને સોનાની મૂઠ્યે તલવાર શેાભે, બાપ ! આજ તારે તો બક્ષિસ કરવાની વેળા છે.”

લાખા ખાચરને હોંશ આવી. પોતાનાં હથિયાર છોડતાં છોડતાં એ બોલ્યા : “ ભણે ઉકા ! આ લે, બાંધુ લે આ ત્રણે વાનાં, ને લાવ્ય તારાં કાટલ હથિયાર માળી આગળ.”

ઉકો શરમાણો. વળી ગીડો બેાલ્યો : “ઉકા લ્યે ! ધણીની કસું તુટતી હોય, ઈ તે મોટો ભાગ્ય કે'વાય ને, મૂરખા ! બાંધી લે.”

ઉકાએ હથિયાર બાંધ્યાં. “એાહો ! શું ઉકાને અરઘે છે ને !” એમ બોલતી બોલતી સવારી આગળ વધી.

વળી ગીડો બોલ્યો : “આપા લાખા ! તું તો લાખણ મહારાજ કે'વાછ. અને હવે શું ઉકાને માથે આવે તૂટલફાટલ તરફાળ હેાય ? અરે ભૂંડા ! તાળે તે હવે કાંઈ ઘલડે ગઢપણે નગરનો ફાળિયો અરઘે, બા ?”

પોતાને માથે નગરનું ફાળિયું, સોનેરી તાર ભરેલા કાળા છેડાવાળું હતું, તે ઉતારીને લાખા ખાચરે ઉકાને માથે બંધાવ્યું : પોતે ઉકાનો લીરો વીંટી લીધો. આજ