પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૮૮


માળાના મેરનું ફૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ગોઠવતા, ઝીણીઝીણી મૂછોને વળ દેતા, માથાના ચેાટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામસામા ઠઠ્ઠામશ્કરીએા કરી રહ્યા છે.

કેાઈ ફૂમકાંવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે, અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ્ય ભરીને મલપતી ચાલ્યે ચાલી આવતી જુવાન બાઈઓનાં મેાં ઉપર પેલાં આભલાંનાં ઝળકઝળક પ્રતિબિંબો પાડી, એ પનિયારીઓની કાળીકાળી મેાટી આંખોને અંજાવી દઈને કૂડીકૂડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે. પનિયારીઓ બેડાં લાવી, ઠાલવીને, ઘેર પાણીની જરૂર ન હોય તોયે ધમાકા દેતીદેતી પાછી આવે છે – જાણીજોઈને બેઠીબેઠી બેડાં માંજયાં જ કરે છે. એના કસૂંબલ, કીડિયા ભાતનાં, બાંધણીદાર ઓઢણાં, નદીને કાંઠે પવનમાં, કામદેવની ધજાઓ જેવાં ફરક ફરક થાય છે. કાનમાં પાંદડીએા અને આકેાટા હીંચે છે. નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે. નદીને કાંઠે રેાજ પ્રભાતે જે રંગ જામતો તે આજેય જામ્યો છે.

એ ગામનું નામ બીલખા. એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠી. એ જુવાનો અને જુવાનડીઓ જાતનાં ખાંટ હતાં. સગાળશા શેઠની અને ચેલૈયા દીકરાની જનમભોમકા એ બીલખામાં, બસો વરસ પહેલાં ખાંટ લેાકેાનાં રાજ હતાં. દીનાનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની, વાંભવાંભના ચોટલાવાળી, કાળાં ભમ્મર નેણાળી, નમણી, કામણગારી અને જોરાવર ખાંટડીઓને ઘડી હશે.

શિવાલયને એાટે આ ઘૂઘરીના અને ફૂમકાંના ઠાઠમાઠથી ઊભેલા ખાંટોને જુવાની જાણે આંટ લઈ ગઈ હતી. બધા મશ્કરીઠઠ્ઠામાં મશગૂલ ઊભા હતા ત્યાં પડખે થઈને