પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૯૨

હાથીની સૂંઢ જેવી ભુજાઓવાળા હજાર-હજાર કાળઝાળ ખાંટ વીરાસન વાળીને બેસતા હતા. મોઢા આગળ માનાસાઈ કે શિરોહીની તલવારો પડતી. ભૂતના છરા જેવાં ભાલાં ચેારાની થાંભલીએ થાંભલીએ ટેકવાતાં અને આભલાં જડિત મેાંસરિયાં મોઢાં ઉપરથી છોડાછોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાંટકતાં ઝાટકતાં સામસામા શૂરવીરોનાં રંગ દઈને કસૂંબાની અંજળિઓ લેવાતી ત્યારે પોતાના લાંબાલાંબા કાતરા છૂટા મેલીને 'આતો ભાયો' પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો. આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રૂડપ હતી. આતો ભાયો દાઢી, મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું.

“આતા ભાયા !” ડાયરામાં વાતો ચાલીઃ “જૂનાગઢે તેા જુગતિ કરી. હવે એક મ્યાનમાં બે તરવાર્યું કેમ સમાશે?”

“એનો નિવેડો આણી નાખશું બા !” ભાયા મેરે મૂછોને વળ દેતાં કહ્યું : “કાં કાઠી નહિ ને કાં ખાંટ નહિ.”

ખાંટ લોકો વીરા વાળાની વસ્તીને સંતાપવા મંડ્યા : એના ઊભા મોલ ભેળવી દે છે, કાઠીઓનાં સાંતી જૂતવા દેતા નથી, વાતવાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે; પણ હવે તો એાઘડ વાળાનેય મોઢે મૂછના દોરા ફૂટતા હતા. એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને ચારણોએ બરદાઈ દીધી –

તેાળે ધર તાંબડિયું તણે, દૂધ દડેડા થાય,
(એમાં) ધર૫તિયુંનાં ઢંકાય, વાજાં ઓઘડ વીરાઉત.

વીરા વાળાના કુંવર ઓઘડ વાળા, તારે ઘેર એટલી બધી ભેંશો બાંધી છેકે એને દોહતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ