પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૭૦

તમુંહીં કુંણે દેખાડ્યો !”

"કાં ?"

"આંસે નજર કરો. સામી દેખાય ઈ ભીમડાદ દરબારની મેડિયું. ગામને સીમાડેથી સારું બાઈમાણસ આબરૂ સોતું નસેં, મોળા બાપ ! ગજબ કર્યો.”

"પણ છે શું ? "

"આ માઢમેડી જોઈ? ભીમડાદનો દરબાર ખોખરો શેખ મેડીએ બીઠો બીઠો આખી સીમમાં શકરાના જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતાં કાઠીએાનાં ગામડાં ઉપર ટાંપે ટાંપેને કાઠિયાણિયુંની ગારગોરમટી નરખે છે, કાઠિયાણિયુંની માંડછાંડનાં ઈને સપનાં આવતાં સેં. કાઠિયાણીનાં મોઢાંનો તો ઈ કાળમુખો જાપ જપતો સે, બાપ ! એક રાત ઈની મે'માનગતિ ચાખ્યા વન્યા કોઈ રેઢું ઓંજણું જાવા પામતું નથી. જોવો બાપ, નદીને કાંઠે ઈની માઢમેડી ઝપેટા ખાતી સેં. નદીનાં પાણી ઈના મોલ હારે થપાટાં ખાતાં સેં. ભા ! ગજબ કર્યો તમે !”

“બીજો કોઈ મારગ છે ? ”

“ ના રે, મોળા બાપ ! મારગ કે બારગ? કાંણુંય ન મળે. જીસેં જાઓ તીસે બબે માથેાડે નદીના ભેડા ઊભા છે. ગામ સોંસરવા થઈને આ એ જ મારગ એાલ્યે કાંઠે જીસેં.”

“ત્યારે ગામ વચ્ચોવચ જ હાલવું પડશે?”

“ બીજો ઉપા' નસેં બાપ !”

વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાઈએ ડોકું કાઢ્યું : ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું. જાણે કાંઈયે આકુળવ્યાકુળતા ન હોય, તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો: કાળા