પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

રાઠોડ ધાધલ

રાઠોડ ધાધલ બેાલ્યા : “એાહો, ભણે ધોળા મા'રાજ ! આવ્ય; આવ્ય; આજ તો ચૂરમો ખાતો જા.”

“એ આપા ! રોજ તો સાંતી છોડાવવા આવે છે, પણ જો કાલ ન આવે તો મારા સમ છે.”

“ઈં? ભણે, ભામણના સમ દીધા ? તવ્ય તો હવે આવ્યા વન્યા રે'વાશે કાંઈ?”

બીજે દિવસે આપા પોતાની બેરી ઘોડી માથે સામાન મંડાવતા હતા તે વખતે ખોડાભાઈ ગઢવી આવ્યા, પૂછ્યું : “આપા, કઈ દૃશ્યે ?”

“ભણેં નીલા, તુંય સાબદો થા, ધોળો મા'રાજ દેરડીને- સીમાડે યાનાં સાંતી છોડાવવા આવવાના સમ દઉ ગેા છે.”

“આપા, આજ ત્યાં જાવા જેવું નથી. ધોળાએ તરકટ કર્યું છે. હમણે જ જીવરાજ લુહાણે મને વાવડ દીધા. ગેાંડળથી પચાણજી ઝાલે અઢીસો ઘોડે આરબની એક બેરખ લઈને દેરડીમાં મુકામ કરેલ છે. ધોળિયો આપણને એની સાથે જ ભેખડાવી મારશે, હો !”

“ખોડાભાઈ !" આપો રાઠોડ મરક્યા ને બોલ્યા: “તું કી અટાણ સુધી ઈં માનતો હુતો, કે રાઠોડ ધાધલ ભામણનાં જ સાંતી છોડાવતો છે ! પચાણજી આવ્યા હોય તો તો લાખ વાતેય ગયા વન્યા છૂટકો નહિ. તારો જીવ વા'લો હોય તો તું આવીશ મા.”

પંદર અસવાર અને સત્તાવીસ કોળીને લઈને આપો ધોળા મહારાજને નોતરે ચાલ્યા, સાંતી છોડાવ્યું. ધોળાનું

ઘીંસરું[૧] કરીને બળદ હાંક્યા. પછી એને છોડ્યો, અને


  1. *સાંતીને એક ચીપિયા જેવા આકારના લાકડાના ઓજાર પર ચડાવી લઈ જવા-લાવવામાં આવે છે. એને સ્થાને જીવતા માણસને ઘીંસરા તરીકે વાપરવાનો જુલમ થતો.