પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭

રાઠોડ ધાધલ

રાઠોડનું પાણી એણે વગર દીઠે માપી લીધું. એ બોલ્યા : “ગઢવા, આપાને અમારા રામરામ કહેજો, અમારે નથી આવવું.”

કાઠિયાવાડનો ગોરો પોલિટિકલ એજન્ટ લાંક (લેન્ગ) સાહેબ એક દિવસ સનાળી અને દેરડીના સીમાડા કાઢવા માટે આવ્યો છે; આવીને સનાળીમાં ઊતર્યો છે. સવારમાં લાંક સાહેબ ઘોડે ચડીને સીમાડા તપાસવા ચાલ્યો; સાથે રાઠોડ ધાધલને લીધો. લાંકે પૂછ્યું : “રાઠોડ ધાધલ, સનાળી કિતના સાંતીકા ગામ ?”

“એકસો સાંતીનો ભણે, લાંક સાઈબ !”

“ઔર દેરડી ?"

“ત્રણસો સાંતીનો.”

“ઓ ! તીનસો સાંતીકા ? તો ફિર એકસો સાંતીકા ગામકા સીમાડા તીનસો સાંતીકા ગામકે નજીકમે કૈસા હો સકતા ?"

“ભણેં લાંક સાઈબ, હાલ્ય મારી હારે. અમાળો સીમાડો દેખાડું દઉ.” એમ કહી, લાંકને લઈને રાઠોડ ધાધલ સાચો સીમાડો બતાવવા ચાલ્યા ! ઉગમણી દિશામાં એક ધાર ઊભી હતી. રાઠોડ ધાધલે કાઠીની કરામત આદરી : સાહેબને કહે : “ ભણે લાંક સાઈબ, ઓલી ધાર ભાળી ? ઈ અમાળા સીમાડામાં છે. પણ ગેાંડળવાળા યાને પેાતાના સીમાડામાં લઉ લ્યે છે. ગોરાના રાજમાં આવો અનિયા !”

લાંક : “ઉસકા નામ ક્યા ?”

રાઠોડ ધાધલ : “ટોપલિયાની ધાર ! ટોપલિયો ભણેં અમાળો કોળી હુતો. યાને અસલ નામ તો હુતો લઘરો; પણ ટોપલા સારતો એટલે ટોપલિયો કે'વાતો. આ ધાર