પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

રાઠોડ ધાધલ

એ બધાંની રૂની પૂણીઓ જેવા શ્વેત ભરાવની અંદરથી આપાની આંખો તગતગતી હતી. એના ત્રણ દીકરા જુવાનજોધ થયા.

વૃદ્ધ કાઠીના કપાળમાં કાળે જાણે ત્રિપુંડ તાણ્યું હોય એવી કરચલીઓ પડી. આખો દિવસ વેપાર કરીને રાત્રિએ વાણિયો જેમ મેળ મેળવવા બેસે, તેમ આપા પણ જાણે જીવતરના સંધ્યાકાળે, ભક્તિનો દીવડો પેટાવીને, પોતાની કમાણી ગણતા હતા. પણ એ ગણવાની રીત કાંઈક જુદી જ હતી. રોજ સાંજરે હાથમાં માળા લઈને માથું ધુણાવતા ધુણાવતા એકલા એકલા એ કેવા જાપ જપતા હતા ?–

'હે સૂરજ, મને રાણિંગવાળા મોર્ય મોત દેજે ! રાતવેળા મોત દેજે. મને લોઢે મોત દેજે ”– એ એના જાપ હતા. વળી વચ્ચે વચ્ચે ઊંડા નિસાસા મૂકીને એ બબડવા માંડતો કે “હે સૂરજ! મેં ભૂંડો કામો કર્યો, બહુ ભૂંડો કામો કર્યો, પાપનો કામો કર્યો ! હે બાપ, મને સજા કરજે !'

સાંજનાં અજવાળાં - અંધારાંમાં બેય આંખે આંસુની ગંગા-જમના મંડાઈ ગઈ હોય, આવા જાપ જપતા હોય, બીજું કોઈયે ન હોય, દીવો હજી કોઈએ પેટાવ્યો ન હોય; તે વખતે ઠબ ઠબ લાકડી કરતું કોણ આવતું ? આપાનો જીવનભરનો ભાઈબંધ, આપાને દિલાસો દેનાર, ઠપકો દેનાર, લાડ લડાવનાર ખોડાભાઈ ગઢવી. આવીને ખોડાભાઈ કહેતા : “ રાઠોડ ધાધલ, શું આવું ગાંડું ગાંડું બક્યા કરો છો ?”

આંખો લૂછતા લૂછતા આપા વાત આદરતા : “ખોડાભાઈ! મેં એક બહુ ભૂંડો મહાપાપનો કામો કરી નાખ્યો છે. આજ સુધી ઘણાં ધીંગાણાં કર્યા, ઘણીય લૂંટ્યું કરી,