પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૧૨

ઘણાને ઠોંઠ-ઠાપલી પણ કરી દીધી હશે. એ તો હોય. કાઠીનો દીકરો છું. વેળા એવી છે. પણ એક કાળો કામો આ હાથે થઈ ગયો છે એ નથી ભુલાતો – કેમેય નથી ભુલાતો.”

એટલું કહેતાં વળી પાછી નેત્રોમાં ધારા ચાલે, આંખો લૂછીને વાત આગળ ચલાવે !

“ખોડાભાઈ ! તે દી જોગીદાસ ખુમાણ બા'રવટે, હુંયે એની સાથે ચડતો. એક દિવસ વીજપડીની સીમમાં અમે ચાલ્યા આવીએ. ખેતરમાં એક કણબી સાંઠિયું સૂડે. વેંતએકને માથે કપાળ: મૂછનો દોરો ફૂટતો આવે : ગલગોટાના ફૂલ જેવું એનું મોઢું: નાડીએ રૂડાં ફૂમકાં લટકે : એના કાનમાં ફક્ત એક જ જોડ્ય સોનાનાં ફૂલ અને એક જ જોડ્ય કોકરવાં હતાં. પણ અમારો જીવ બગડ્યો. અમે એની પાસે ગયા. “ કાનમાંથી ચાપવાં કાઢી દે, ઝટ કાઢી દે' –એમ કહીને મેં એને માથે બરછી તોળી.

“એ બાપુ ! મને મારશો મા, કાઢી દઉ છું !” એમ કહીને કણબી ફૂલ અને ચાપવાં કાઢવા માંડ્યો. જોગીદાસ ખુમાણે પછેડીનો ખેાળો પાથર્યો. મારી ઉગામેલી બરછી મારાં આંગળાંમાં ચકરચકર ફરતી જાય; થરથરતો કણબી બરછી સામે જોતો જાય અને ઘરેણાં કાઢી કાઢી ટપ ટપ જેગીદાસ ખુમાણના ખોળામાં નાખતો જાય.”

આપાએ નિસાસો મૂક્યો – જાણે આખી ધરતીનો ભાર માથેથી નીચે મેલ્યો. પછી વાત ચલાવી :

“ખોડાભાઈ! ત્યાં તો અર્ધોક ખેતરવા ઉપરથી ચીસ સાંભળી કે, “ એ બાપ ! મારશો મા, મારા વરને મારશો મા.' જોયું તેા માર્ગે જુવાન કણબણ દોડી આવે છે. એના ચણિયાનાં આભલાં સૂરજની સામે વળકારા કરતાં આવે છે. એના કાનમાં આકોટા, નાકમાં નથડી, ગળામાં કોટિયું અને