પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસાધા૨: ૩

૭૨

કળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી.

“અમને ક્યાં લઈ જાવાં છે ?” આઈ એ મીઠે સાદે પૂછ્યું.

"અમારા શેખસાહેબનાં મે'માન થાવા.” અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું.

“એ... એ...મ ? શેખસાહેબને તો અમેય જાણીએ છીએ, ભા ! એમના મે'માન થવાની તો સહુને હોંશ હોય, પણ આમ સપાઈ-સપરાંની સાથે હાલ્યાં આવે ઈ તો કોક ગોલાં હોય ! અમે એમ નો આવીએ. જઈને દરબારને કહો કે મે'માનગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય; બાકી, તમથી તો વેલ્યુ નહિ પાછી વળે.”

અસવારોએ એકબીજાની સામે નજર નેાંધી, આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો. બાકીના નવ જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા.

ખોખરા શેખને ઘોડેસવારે જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સજ્યો. હીનાનું અત્તર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી, અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલ્ય ભણી વહેતો થયો.

કાઠિયાણીએ ફરી વાર ડોકું કાઢ્યું, છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ઘૂઘરીજડિત ચૂડીઓ રણઝણી ઊઠી. માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું, હેમની દીવીમાં પાંચ વાટ્યો પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીએાવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠીયાણી જાણે આફરીન થઈને શેખસાહેબ ઉપર કામણગારું