પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

રાઠોડ ધાધલ

બ્રહ્માંડને છેડે કોઈ અતલ, ખાલી દરિયામાં ઊતરી રહી છે. એવામાં અવાજ આવ્યો:

“આપા, રામરામ !”

સખપરના ખેતરમાં ખંપાળી લઈને એક કણબી ઊભેા હતેા. કણબીએ રાઠોડ ધાધલને એાળખ્યા ને બોલાવ્યા : “આપા, રામરામ ! ”

અંધ બની રહેલા આપાએ અવાજ એાળખ્યો. “કોણ, નારદ ભૂવો ?” કહીને ઘેાડી થંભાવી.

“હા, આપા ! ”

“ ભણેં નારદ, થોડોક પાણી હશે ?”

“અરે રામ ! આપા, હમણાં જ આ ભંભલી ઢોળી નાખી. અટાણ લગી પાણી હતું. ભારે ટાઢું પાણી હતું, સાંતી લઈને ઘેર જાઉ છું એટલે ઢોળી નાખ્યું.”

“કાણું નૈ, નારદ, હું જાણતો સાં, મૂવા ટાણે ટીપોય પાણી મેાહે નૈ મળે. નારદ, બે ઘોડેસવાર નીકળ્યા'તા ?”

“હા, આપા ! ચારવડલી દીમના ગ્યા ને કહેતા ગ્યા, કે ક્યાડી ઘોડીના અસવારને કઈયે : પાછા ફરી જાય !”

“ઈ કહ્યું ? તમારી જાત્યના ચોર !” એટલું બોલીને આપાએ બેરીને માથે બેવડી સરકનો ઘા કર્યો. નારદ ભૂવો સાક્ષી આપી ગયો છે કે, ત્યાંથી બેરીના સગડ બરાબર પંદર પંદર હાથને માથે પડતા મેં નજરોનજર માપી જોયા હતા. ખંભે ખંપાળી નાખીને નારદ ભૂવો પણ ચોરવડલી તરફ દોટ મેલતો ચાલ્યો.

બેરી આગળ ભાગીને બીજાં ઘોડાં કેટલેક જાય ? બેય લૂંટારાએ બેરીના ડાબલા સાંભળ્યા; ભયંકર અસવાર દીઠો. ચોરવડલીની પડખેના ખેતરમાં એક ઓઘા પાસે બેઉ જણ તરી ગયા ત્યાં બેરી આંબી, પણ વેગમાં ને વેગમાં