પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

રાઠોડ ધાધલ

બેરી ઊઠી. વેદના ભૂલીને ઊઠી; પણ એનાથી ઊભા રહેવાતું નથી. એ ચક્કર ચક્કર ફરવા માંડે છે. રાઠોડ ધાધલ પેગડામાં પગ નાખી ચડવા જાય ત્યાં બેરી ફરી જાય છે. એક પગ પેંગડામાં રહે છે અને બીજે પગ ધરતી ઉપર ઠગ ઠગ થાય છે. લગામ તો હતી નહિ. એટલે કાઠાની પાટલી ઝાલીને આપો ચઢવા જાય છે, પણ ઘોડી ઊછળે છે.

અંતે ઘોડી ફરી ગઈ. આપાની પીઠ પણ દુશ્મનો તરફ થઈ ગઈ અને જખમી વીરાજીએ ભેરુને ચેતવ્યો : “જોજે હો, ડોસો ઘોડીએ ચડ્યો તો તારું ને મારું મોત જાણજે. પહોંચ, ઝટ ઘોડીને ગૂડી નાખ. પણ જોજે હો, ડોસાને ન મારતો. એ ત્રણ પરજનો સગો છે; એને માર્યે આપણે ક્યાંય રોટલા નહિ પામીએ.”[૧]

રાઠોડ ધાધલને ઘોડી ચડવા દેતી નથી; એનો બરડો શત્રુઓ તરફ થઈ ગયો છે. એને ભાન નથી રહ્યું કે પાછળ શી રમત રમાય છે. એ મહેનત કરતો રહ્યો, ત્યાં નાગી તલવાર લઈને બીજો દુશમન પહેાંચી ગયો. મનમાં થયું કે જો ઘોડીને મારીશ તો આપો મારા પ્રાણ લેશે, એટલે એણે તો રાઠોડ ધાધલના પડખામાં જ પોતાની તલવાર હુલાવી, તલવાર એક પડખેથી બીજે પડખે આરપાર નીકળી ગઈ. ' ભાગો ! ભાગો !' કરતા બેય દુશ્મનો ભાગ્યા. તલવાર રાઠોડ ધાધલના શરીરમાં જ રહી.

દુશ્મનો ભાગ્યા. પાછળ પોતાની તલવાર ખેંચીને રાઠોડ ધાધલ દોડવા ગયો; મ્યાનમાંથી તલવાર અર્ધી જ ખેંચાણી, ત્યાં તો એ ભોંય પર પડ્યો. ગોઠણભર થઈને

દોડવા ગયો, પણ ન દોડાયું. ત્યાં ને ત્યાં ઘૂમરી ખાવા


  1. * એ બન્ને જણા ગોંડલના બહારવટિયા હતા. અને કાઠીઓ જ એને આશરો દેતા. ત્રણ પરજ એટલે ખાચર, ખુમાણ ને વાળા કાઠીઓ.