પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૨૨

લાગ્યો. પણ કૌવત ખૂટી ગયું. ગોઠણભર સ્થિર થયો. અર્ધી ખેંચેલી તલવાર પાછી મ્યાન કરી આંખો ખોલી.

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નીચે, ઉપર – બધેય નજર કરી. ધીરે ! ધીરે ! ધીરે ! પછી ડાબે પડખે ડાબો હાથ વાળીને પડખામાં ખૂતેલી તલવાર બહાર ખેંચી કાઢી. બેય પડખે પાડાની પખાલની પેઠે લેાહીના ધોધ છૂટ્યા. જમણે હાથે અંજલિ વાળીને આપાએ જમણા પડખાનું લોહી ઝીલ્યું. અંજલિ ભરીને જમીન પર રેડી, ધૂળને લોહીમાં ભીંજાવી. ગારો કરી એના ત્રણ પિંડ વાળ્યા પછી પોતે બેઠા, સૂતા, માથેથી તરફાળ (પાઘડી) ઉતારીને સોડ તાણી. એક છેડો પગ નીચે દબાવ્યો ને બીજો છેડો માથા નીચે દબાવ્યો. સૂતાં સૂતાં કમરમાંથી અર્ધી તલવાર ખેંચીને બરાબર છાતી પર ઠેરવી. હાથ તલવારની મૂઠ પર જ રહ્યો. ન પડખું ફર્યા, ન સિસકારો કર્યો, કે ન અંગનો એકેય ભાગ હલ્યોચલ્યો. આપા મોતની મીઠી નીંદરમાં પડ્યા. કેવી નીંદર ! મીઠી ! મીઠી ! મીઠી !

રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ !

નારદ ભૂવાએ આ બધી ચેષ્ટા દૂર ઊભા ઊભા નજરે જોઈ.

બેરી kયાં ? ઘવાયેલી બેરી દુશમનેાની પાછળ થઈ. આખરે દુશમનેાએ એના કપાળમાં એક ઝાટકો મૂકયો. ગાંડીતુર બનીને એ પાછી આવી. ચારે પગ પહોળા કરીને એના ધણીના શબ ઉપર ઊભી રહી. ઘોડીના લોહીની ધાર આપાના શબ ઉપર ત્રહકી રહી હતી. ભાગ્યવંતને માથે જ મરતી વખતે ઘોડાનું લોહી પડે એવી માન્યતા છે.

નારદ ભૂવો આઘે ઊભો ઊભો આ બધું જોતો હતો.