પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩

રાઠોડ ધાધલ

ત્યાં તો સનાળી, પીપળી, સખપર અને વીજવડના લોકોની મેદની ઊમટી. પણ ઘોડી કોઈને પાસે આવવા દેતી નથી. દોડી દોડીને લોકોને ભગાડે અને પાછી આવીને શબને ઢાંકી ઊભી રહે છે. ઘોડીની આંખમાંથી અંગારા વરસે છે.

ખાસદાર આમદ ગોરી આવ્યો. એણે સાદ કર્યો : “બાપ્પો બેરી ! બેટ્ટા બેરી !”

હણહણાટ દેતી બેરી ખસી ગઈ, ગરીબડી બની ગઈ, આમદ ગોરીની પાસે આવીને ઊભી રહી. ઘોડીને સનાળી લઈ જઈ પડદે નાખી.

રાઠોડ ધાધલના દેહને અગ્નિસંસ્કાર ક્યાં કરવો ? એની રાખ તો બધાને વહાલી હતી. પણ સખપરની સીમમાં જ એનો દેહ પડ્યો, અને વળી સખપર એના સગા ભાણેજ રાવત વાળાનું ગામ, એટલે લોકોએ સખપરમાં જ આપાને દેન દીધું.

ત્રીજે દિવસે બેરી જ્યાં પડદે પડી હતી ત્યાંથી એણે તોડાવ્યું. પાટીએ ચડી ગઈ. એને કેાઈ ન ઝાલી શક્યું. બરાબર જ્યાં રાઠોડ ધાધલનો દેહ પડ્યો હતો ત્યાં આવીને ઘોડીએ પોતાને દેહ પટક્યો. પટકતાં જ એના પ્રાણ નીકળી ગયા.

આજ એ ઠેકાણે ઘોડી અને ઘોડેસવાર – બંનેની ખાંભીઓ ઊભી છે.

રાઠોડ ધાધલને પાણી પાવા આવનાર મૂળીબાઈ બે વરસ પહેલાં જ ગુજરી ગયાં. છેલ્લે દિવસે એની આંગળીએ વળગી સીમમાં સાથે જનાર મુંજભાઈ ગઢવી હજી હયાત છે. જે વડલામાં એનો ફેંટો ભરાણો તે વડલો મોજૂદ છે, પણ એની ઘેરી ઘટા નથી રહી. આજ જાણે પેાતાના વૃદ્ધ