પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
આઈ !

ડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખેાખરધજ હશે ? માહ્યરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સીરખ એાઢેલું, ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી.

સોળ વરસનાં કાઠિયાણી કોડભર્યા સાસરે આવ્યાં ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસૂંબલ ચૂંદડી મહેકી રહી હતી. કસૂંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ! ચાર કોરવાળી, લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું, અને તાંતમાં લટકતો મેાતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હીંચકતો હતો.

પણ સાસરે આવ્યાં ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યાં, પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યાં છે ! ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવતીને પગે પડી પડી કહેવા લાગી : “આઈ ! અમે તો તમારાં છોરુ કહેવાઈએ, આશિષ દો.” ગામને ઘેરઘેરથી જુવાન વહુઓ આવીને આઈને પગે

પડવા લાગી. કોઈ પોતાનાં છોકરાં આઈને પગે લગાડવા

૧૨૫