પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯

આઈ !

આપા ભાણની આંખો ભીની થઈ ગઈ. એણે કપાળ કૂટ્યું. સવારે બોલેલાં વેણ બદલ બહુ પસ્તાયા. પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહિ – જાણે મનમાં કાંઈ નથી !

કમરીબાઈ જીવ્યાં ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું. મર્યા પછી જોગમાયા કહેવાયાં.