પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર

૧૩૨


વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયાં. અહીં જ્યાં અમલની અંજલિઓ “આપાના સમ, મારું લોહી” વગેરે સોગંદ આપીઆપીને પિવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાશ પીવા.

દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકળા-તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ તાંસળીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણાં. પડખે ઘઉની ધિયાળી રોટલીઓ મુકાણી. તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડયા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ; રેાંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસૂંબા : અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ, અને એક દિવસ વીત્યે મહેમાન કહે : “હવે શીખ લેશું. ” આઈ કહે : “બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે. "

બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની ત્રણે ટંક કાઠિયાણીએાએ પોતાની તમામ કળાકારીગરી ખરચી નાખીને પેપડીનાં, બાવળના પરડિયાનાં, હાથલા થોરનાં, પરબોળિયાનાં, મીઠાનાં અને દૂધનાં ફીણનાં : એવાં ભાત- ભાતનાં તો શાક બનાવીને ખવરાવ્યાં, મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડયો. માથે ભાત્ય ઊપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, શેવની બરજ અને હરીસો રાંધ્યો. કેાણ જાણે એવો તે એાપ એ હરીસાને આપ્યો કે, એનાં ચાસલાંમાં માણસનું માં દેખાય. કાઠીઓ ખાવા બેસતાં ત્યારે આંગળાં કરડતા અને કેાઈ શાકપાંદડાંને તો ઓળખી જ શક્યા નહિ.