પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

ધણીની નિંદા !

અમે બધાય જઈને ત્યાં મરીએ તોયે એ માથું નહિ કાઢે. એ ભોજ છે, કાળમીંઢ છે.”

“એ બાપ ! મારા નામથી વિનવણી કરજે.”

“ભોજનું હૈયું એવી વિનવણીથી નહિ પીગળે. રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે.”

“ચારણ ! મારા વીર ! તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ?”

“મા, એક જ ઉપાય છે – બહુ હીણો ઉપાય છે : મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું.”

એમ કહીને ચારણ ચડ્યો; મોઢુકામાં આવીને આપા ભેાજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને “ખમ્મા ભેાજલ ! ખમ્મા કાઠી ! ખમ્મા પ્રજરાણ !” એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનાં વારણાં લીધાં, મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા :

ભોજા, બંધ ભારા તણા, કાપ્યા કરમાળે
પૂળા ૫વાડે, તેં વેરાડ્યા વેળાઉત !

હે વેળા ખાચરના કુંવર ભોજા, તારી તલવાર વડે તેં ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરપી પૂળા તે વેરણ છેરણ કરી નાખ્યા.

“વાહ ગઢવા ! રંગ ગઢવા ! રૂડો દુહો કહ્યો.”[૧]એમ સહુ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા. ચારણે બીજો દુહો કહ્યો :


કરમાળની કોદાળી કરી, સજડે કાઢ્યું સૂડ,
જડે નહિ જડમૂળ, ભારાવાળું ભોજલા !


  1. * બન્ને દુહાઓમાં 'ભારો' એ શબ્દ પર શ્લેષ છે.