પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

ધણીની નિંદા !


“હા, બાપ ! લાવો માથું. મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે.”

“ગઢવા, શિરામણ લઈને જજો. શીખ કરવી છે.”

“આપા ભેાજ! તારા ગામનું તો અન્ન-પાણી પણ મારે ગોમેટ છે; અને તારી – મારા માલિકના મારતલની - શીખ હોય ? ભડલીનું રાજ દે તોય ન લઉ. એકવચની હો તો લાવ્ય ઝટ માથું.”

“ત્યારે મારી કીર્તિ શીદ ગાઈ, ગઢવા ?”

“રજપૂતાણીને ખાતર, બાકી મારે તો રૂંવાડે રૂંવાડે કીડા પડજો – મેં ઊઠીને મારા ધણીને વગેાવ્યો !”

અન્નજળ વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો.

બોરુને પાદર રજપૂતાણી ચિતા પર ચડી.