પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
હનુભાઈ

લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માંહે ચકલુંય માર્ગ કરી શકે તેમ નથી. બાર બાર મહિના થયાં પટેલના ચાર દૂધમલિયા છોકરાએાએ દિવસ અને રાત કોસ હાંકી હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. ચિચોડાની ચીસો ગાઉ ગાઉને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થાતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા, સાધુ કે ફકીરફકીરાં તો કીડિયારાંની જેમ ઊભરાણાં છે.

આજ લાઠીના ધણી લાખાજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું : “પટેલ, જસદણના ધણી શેલા ખાચરની દાઢમાં ધરતીના સવાદ રહી જાય એવી શેરડી ખવરાવજો, હો કે ! ”

પોરસીલો પટેલ ભારા ને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મંડ્યો. દરબાર શેલો ખાચર અને એના ત્રણસો અસવારો 'હાંઉ બા, હાંઉ ! ! ' ઢગ્ય થઉ ગી બા, બસ કરો !' – એમ બોલતા બોલતા માથાબંધણાંના ઊંડા

ઊંડા પોલાણમાંથી ધારદાર સૂડીઓ કાઢીને એ અધમણ

૧૪૦