પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૪૪

ત્રણ આયર કામ આવ્યા, એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી : “બાપુ, હવે ભાગો.”

"ફટ્ય ! હનુભાઈ ભાગે ?”

“હા, હા; જુઓ હમણાં રંગ દેખાડું. તમને નહિ લજાવું ! ફિકર કરો મા. હું વેતમાં છું.”

બેય અસવારે ઊભી નાળ્યે નીચાણમાં ઘોડાં વહેતાં મૂક્યાં. વાંસેવાંસ પીઠાએ પોતાની ઘેાડી છોડી. ઊંટવઢ મારગની અંદર એ ત્રણચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે એકસો ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો બરાબર લગેાલગ પહેાંચ્યો. એક ભાલું ઝીંકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી. પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો : હનુભાઈની પીઠ ઉપર સોનાના કૂબાવાળી ઢાલ ભાળી એણે પછવાડેથી ચીસ પાડી : “એ હનુભા, છોડી નાખ્ય, છોડી નાખ્ય - ઢાલ છોડીને નાખી દે, જો પ્રાણ વહાલા હોય તો !”

પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, “હાં બાપુ, હવે ઝીંકો બરછી.”

હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીંક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળ્યમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી, એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો થયો.

લાઠીની લાઠીધણી, ચોડી છાતીમાંય,
પીઠાને પડમાંય, કાઠી ગળ મીંડું કર્યું.

હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તેં દુશ્મનની છાતીમાં જ ચોડી. અને બાળકો જેમ ગળમીંડાની રમત રમીને