પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૪૬


“ત્યારે જા, તારા ભાગનો સાડાબાર કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા, પછી વખત આવ્યે હું અને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું.”

પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડુ કરતાં વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયેા.

ખળાટાણું થયું. લીંબડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરનાં બે ગામ આવેલાં છે. બરાબર ખળાં ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા, અને તજવીજદારને કહ્યું : “અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારાં ગાડાં જોડીને લીંબડે પહાંચતા કરો.”

દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું : “પણ બાપુ, મને કાંઈ–”

“હા, હા, તમને કાંઈ ખબર ન હોય, પણ મને તો ખબર છે ને ! ઝટ બાજરો પહોંચાડો છો કે નહિ ? નહિતર હું મારી મેળે ભરી લઉં ?”

તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવા ત્રણસો કળશી બાજરો લીંબડે પહોંચાડ્યો, અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા.

વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ્ય આવી છે. પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુબાઈ ને એક હોંકારે હાજર થાય તેવી તૈયારી હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા.

મહારાજા વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ