પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭

હનુભાઈ

હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેઅદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આકડિયાવાળા વીકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા.

કચેરીમાં મહારાજાની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતાં વીકાભાઈને પૂછ્યું : “વીકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપુર-માંડવાનાં ખળાં ભરી ગયા !”

“એ તો હોય, બાપ ! એ પણ આપના જ કુંવર છે ને? એટલાં લાડ ન કરે ?” વીકાભાઈ એ મીઠો જવાબ વળ્યો.

“પણ, વીકાભાઈ ! અવસ્થાના પ્રમાણમાં સહુ લાડ સારાં લાગે ને ! અને હવે કંઈ કુંવર નાના નથી. આજ એ લાડ ન કહેવાય, પણ આળવીતરાઈ કહેવાય.”

મહારાજાનાં વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો :

“પણ, મહારાજ ! કુંવરે તો રાણિયુંને ઘણુંય કહ્યું કે, હાલો, આપણે બધા લાણી કરવા સીમમાં જાયીં, એટલે રોટલા જોગું કમાઈ લેશું, માણું માણું મૂલ મળશે. પણ રાણિયુંએ ગઢમાંથી કહેવરાવ્યું કે, ભૂખ્યાં મરી જાયીં તો ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું એાઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દા'ડી કરવા નહિં જાયીં; ભાવનગરને ભેાંઠામણ આવે એવું કેમ કરાય ?”

"એટલે શું ?"

“બીજું શું ? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો !”

"કાં ?”

“મહારાજનાં ઘોડાંને જોગાણની તાણ પડી. ને