પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૫૪

હાથમાં અંજલિ ભરી હતી તે ભોંય પર ઢોળીને હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા. બોલ્યા:

“બસ. વીકાભાઈ ! હવે હું નહિ જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે. હું જાણું છું કે એ આખાબોલો સખણો નાહિ રહે. મારા નસીબમાં આજ કસૂંબો નથી, ભાઈ ! મારો વછેરો લાવો !”

માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછેરાએ બટકું ભરીને એની આંગળીએ લેાહી કાઢ્યું. કહે : “કુંવર ! લોહી – ?”

“બસ વીકાભાઈ ! હું જાણું છું, આજ મારે માથે કાળ ભમે છે. પણ હવે હું છટકીને ક્યાં જાઉ ? હવે તો હરિ કરે તે ખરી !”

ચડીને હનુભાઈ ચાલ્યા, પહોંચ્યા. ઢોર બધાં નેરામાં ઊભાં છે. ગોવાળિયા કસૂંબા ઘૂંટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈને જોતાં જ ગોવાળિયા બોલ્યા : “ ભલે આવ્યા, કુંવર ! કાનેકાન ગણીને લઈ જાઓ. તમારી ઉપર અમારો હાથ ન હોય.”

માલને વાળીને ફતેસંગ પોતાનાં માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસૂંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે. એને માથે માથું ડોલે છે.

જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલિ ભરી છે. હનુભાઈએ પણ પોતાના હાથમાં કસૂંબો લીધો છે. બેય જણ સામસામા “અરે, વધુ પડતું ! મરી જાઉં બા !” – એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું : “ હે ખૂટલ કાઠી !”

“હશે બા ! ગઈ ગુજરી !” જેઠો બેાલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું : “કાઠીનો તે વિશ્વાસ હોય,