પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫

હનુભાઈ

બા ? કસૂંબો હવે કઈ હોંશે પીવો ? ખૂટલ કાઠી!”

“પત્યુ, ભા ! હવે એ વાત ન સંભારો !”

પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી 'કાઠી ખૂટલ' એવો ઉચ્ચાર નીકળ્યો, ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલિ ઉડાડી નાખી અને કહ્યું : “બાપુ, સાંભળતા નથી ? કઈ વારનો જે 'ખૂટલ ! ખૂટલ !' કહ્યે જ જાય છે એને વળી કસૂંબા કેવા ? ઊઠો, બાળો એનું મોઢું !”

હનુભાઈ બોલ્યા : “મેરામભાઈ ! તું સાચું કહે છે; મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારેય રમત રમી નાખવી છે. ઊઠ ! ઊઠ ! સાત વાર કહું છું કે, કાઠી ખૂટલ ! હવે ઊઠ છ કે, નહિ !”

બેય જુવાનો ઘોડે ચડ્યા. બેય જણાએ ઘોડાં કૂંડાળે નાખ્યાં : આગળ મેરામ ને વાંસે કુંવર; બીજા બધાય બેઠા બેઠા જુએ છે. કુંવર હમણાં મેરામને ઝપટમાં લેશે કે લીધો, લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલાં ખરા બપોરના સૂરજને સામે જવાબ દઈ રહ્યાં છે. આસપાસની ધારો સામા હોકારા કરી રહી છે. ઘેાડાની કારમી હણહણાટી અને શત્રુએાના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાંના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું છે.

મેરામને માથે ભાલો ઝીંકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બેાલ્યો: “એ કુંવર ! છોકરાની સાથે ? લાજતો નથી ?”

“આ લે ત્યારે ભાયડાની સાથે.” એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાનો પીછો લીધો. આગળ જેઠો, વચમાં કુંવર, પાછળ મેરામ: દુશમનાવટ જાગી ગઈ, મિત્રતા ભુલાઈ ગઈ. બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જડતર કરી દીધું. પણ એક અભિમન્યુને સાત જણાએ ગૂડ્યો,