પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૫૮


ઓશરિયું માં આડી ઊતરી મંજાર જો ને,
ઘોડીએ ચડતાં પડિયાં મશરૂ મોળિયાં હો રાજ !

વારે[૧] તે વારે હનુભાનાં માત જો ને,
અવળે અપશુકને કુંવર નો ચડો હો રાજ !

માતા મારાં, કાંઈ ન કરીએ સોસ[૨] જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

ડેલી જાતાં મળી કાનુડી કુંભારણ જો ને,
હાથમાં ત્રાંબડી[૩] એને છાશની હો રાજ !

વારે તે વારે લીંબડા ગામનાં લોક જો ને,
માઠે શુકને રે રાજા મા ચડો હો રાજ !

ઘેલાં તે લોકો, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

સીમાડે જાતાં ઊતર્યા આડા સાપ જો ને,
ફોજું માં આયરડા એમ બોલિયા હો રાજ !

અપશુકનનો ન મળે રાજા પાર જો ને,
વાર્યા કરો તો વળો પાછલા હો રાજ !

હું હનુ ભૈ રણજાયો રજપૂત જો ને,
હનુ ચડ્યો તે પાછો ઓ ફરે હો રાજ !

વારનાં ઘેડાં મારગે ચાલ્યાં જાય જો ને,
આડબીડ હાલે હનુભાની રોઝડી હો રાજ !

આકડિયામાં ચારણને થાય જાણ જો ને,
વીકોભૈ ચારણ આડા આવિયા હો રાજ !

કુંવર તમે ચારણનો કરજો તોલ જો ને,
કસૂંબા પીને તે રાજા સંચરો હો રાજ !


  1. ૧.રોકે
  2. ૨.શોચ
  3. ૩.દેગડી