પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

હનુભાઈ

નથી ગઢવા કસૂંબાનાં ટાણાં જો ને,
જાવા દિયે વીકાભૈ તમે આ સમે હો રાજ !

પરાણે કાંઈ ઊતર્યા પલાણ જો ને,
રેડિયા કસુંબા તેણે કાઢિયા હો રાજ !

આવ્યાં આવ્યાં વીકાભૈની માડી જો ને,
આવી પૂછે છે એક વાતડી હો રાજ !

મારાં વાર્યા કરે તમે રોજ જો ને,
મારે વીકાભૈ ધણ લૈ આવશે હો રાજ !

તમે કુંવર ઘડીક ધીરા થાવ જો ને,
ધણ રે વાળી વાકોભૈ આવશે હે રાજ !

આઈ મા તમને લળી લાગું પાય જો ને,
ઘડીયે ખેાટી કરો મા આ સમે હો રાજ !

લાજે મારાં સિંહણ કેરાં દૂધ જો ને,
લાજે ગોહેલ ગંગાજળ ઊજળો હો રાજ !

હું હનુભૈ રણુજાયો રજપૂત જો ને,
જુદ્ધે ચડ્યો તે પાછો નો ફરે હો રાજ !

ત્યાંથી હનુભાઈએ રોઝી ઘોડી છોડી જો ને,
જેઠે ગોવાળિયો પડકારિયો હો રાજ !

જેઠિયો કાંઈ લળીને લાગે પાય જો ને,
માફ કરો હનુભૈ આ સમે હો રાજ !

ત્રણ ગાઉને તરભેટે ધણ લાવ્યો જો ને,
હવે વાતુંએ નહિ ઊગરો હો રાજ !

તરવાર્યું નાં બંધાણાં તોરણ જો ને,
ભાલાં ભળકે હનુભાના હાથમાં હે રાજ !

લડે લડે કાઠીડો રજપૂત જો ને,
લડે હનુભા કુંવર વાંકડા હો રાજ !