પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૬૦

પાછળ આવી કરેલો પડકારો જો ને,
ફતેશંગે આવા જુદ્ધ જમાવિયાં હો રાજ !
મરાણા કાંઈ હનુ ફતેશંગ વીર જો ને,
રણમાં પડ્યા ફતેશંગ વાંકડા હો રાજ !
મરાણા કાંઈ આયરડા દશબાર જો ને,
લીંબડાધણી ૫ડ્યા રણચોકમાં હો રાજ !
રુએ રુએ લીંબડા ગામનાં લોક જો ને, -
હાટે રુએ રે હાટ વાણિયા હો રાજ !
દાસિયું કાંઈ રુએ છે દરબાર જો ને,
રાણિયું રુએ રે રંગમેાલમાં હો રાજ !
આથમિયે કાંઈ લીંબડા ગામને ભાણ જો ને,
મીંઢોળ સોતા ફતેશંગ મારિયા હો રાજ !