પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૭૨

ઉપર પડવા લાગ્યા. આ કોની તલવારો ઝીંક બોલાવે છે તે જોવા ઊંચી નજર કરવાનીયે વેળા નહોતી. 'આ લે ! આ લે ! લેતો જા !' – એમ ચસકા થાતા જાય છે ને તલવારના ઝાટકા પડતા જાય છે શત્રુઓનો સોથ વળી ગયો. સામસામી તલવારોની તાળી બોલી ગઈ પણ કોણ કોને મારે છે તેની અંધારે ગમ ન પડી. મિયાણા ભાગ્યા, અને ભાગ્યા તેટલા પણ દ્વારકાના જાત્રાળુની જેમ સુદામડાની જાત્રાનાં એંધાણ તરીકે તલવારના ઝાટકાની દ્વારકાછાપ લેતા ગયા.

એ છાપો દેનારી ભુજા કોની હતી? એ અંધારામાં કોણ, કેટલા જણા વારે આવી પહોંચ્યા હતા ? બીજું કોઈ નહિ એકલો કાનિયો જ હતેા. કાનિયો બાપુને ગોતતો હતો. બરાબર ટાણે એ આવી પહોંચ્યો. બાપુનો બેહોશ દેહ પટકાઈને પડ્યો હતો. તેની જ કમરમાંથી કાનિયે તલવાર ખેંચી લીધી. અને અંધારામાં એની એકલી ભુજાએ પંદર પંદર ઝાટકા સામટા પડ્યા હોય એટલી ઝડપથી તલવાર આછટી. એણે એકલાએ દેકારો બોલાવ્યો. સુદામડાને સહુથી વધુ બચાવનાર એ કાનિયેા હતેા.

આપા શાદૂળની કળ ઊતરી, એણે આંખો ઉઘાડી. પડખે જુએ ત્યાં પચીસ-પચીસ ઘામાં કટકા થઈ ગયેલો કાનિયો પડ્યો છે.

“બાપુ ! સુદામડા – ” એટલું જ એ બોલી શક્યો. પછી એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો.

સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં :

“ખમા ! ખમા તને, આપા શાદૂળ ! આજે તેં