પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૯૦


"ભૂવા ભાઈ, આ મારી ઘોડી.” કાળા ખુમાણનો સ્વર તૂટી ગયેા.

ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું. ઉખેળીને અંદરથી ઝૂમણું કાઢયું. ત્રણે ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યાં; બેાલ્યો : “ લ્યો બા, હવે જોડ્ય મેળવો તો ?”

ડાયરો સજ્જડ થઈ ગયો : અખંડ જોડનાં બે ઝૂમણાં ને ત્રીજું નવીન ! શું થયું ?

આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રુએ ત્યારે એનાં નેત્રમાંથી ગંગા ને જમના વછૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો : “કાઠી, ધન્ય હોજો તારી માને ! અને મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો ! ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો'તો. મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત, તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને !”

પછી પોતે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : “ભાઈ ! નવું ઝૂમણું તો તમારું જ છે. અને આ બેમાંથી એક રૂમણું મારી બે'નને કાપડામાં : આ રૂપિયા એક હજાર ભાઈને વધાવાના : ના પાડે એને જોગમાયાના સાગંદ છે.”

આજ એ બેય જણાની ત્રીજી પેઢી ચાલે છે.