પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭

મેર જેતમાલ

સાથે ગિસ્ત પાછળ દોડ્યો. શત્રુઓને પકડી પાડ્યા, અને કાઠાની કદાવર કણબણ દાતરડે કણસલાં કાપે તેમ ગિસ્તને કાપવા લાગ્યા.

મચ્યો ખડગ[૧] જોટા તણો દેવાળયે મામલો,
કાહેરાં[૨] ક।પિયાં દેખ કેતાં,[૩]
આલાતણો કુત[૪] અજર તન ઊપડ્યો,
ઝેાંપથી[૫] ઠારિયા હાથ જેતા. (૧)

ત્રેહકે નગારાં ત્રંબાળાં ઘૂઘવે,
લોહાં વઢંતે દાવ લાધ્યો,
ઝીંક કુંતાં૬[૬] તણી રાહોતાં [૭] ઝુફરે,[૮]
બળેજો અભંગ ભડ ભીસ [૯] બાધ્યો. (૨)

અભંગ દળ બાબિયાં આવિયાં કંઠાડે,[૧૦]
વાગિયાં તબલ્લાં બલા વાજાં,
તેજીલી તેગને વીંઝતો જેતડો,
ઝોળીએ ટપકતાં ગયાં ઝાઝાં. (૩)

કવિ કે' વેડો[૧૧] કર્યો વીર તેં વંકડા,
જામખાના લગણ વાત જાણી,
કિરત અવિચળ કરી કુશળ ઘર આવિયો,
પરીએ[૧૨] ચડાવ્યું અમર પાણી. (૪)

ગિસ્તના ભાડૂતી સિપાઈઓ મરદ મેરોની ઝીક ક્યાં લગી ઝીલે ? સિપાઈઓ ઘવાણા ને ઝોળીમાં પડી ટપકતે લોહીએ ઘર ભેગા થયા. એમ પરિયાંને અમરતાનું પાણી પાઈ જેતો ક્ષેમકુશળ ઘેર આવ્યો.

એક બીજો પ્રસંગ : બાલોચ કોટડા તરફ જે સંધી વસતા, તેમને કાંઈક કારણે રબારીઓ સાથે વેર બંધાયેલું. એ વેર વાળવાને મનસૂબે મદોન્મત્ત પંદર સંધીઓ માતાનો મઢ લૂંટવા ભૂવાકેડે આવ્યા. મઢમાં પેસવા જાય છે ત્યાં


  1. ૧ તલવાર.
  2. ૨ કાયર.
  3. ૩ કેટલાં.
  4. ૪ સુત
  5. ૫ ઝડ૫થી.
  6. ૬ ભાલાં
  7. ૭ રાજાનું.
  8. ૮ જૂથ.
  9. ૯ બળથી.
  10. ૧૦ કંઠાળ પ્રદેશમાં.
  11. ૧૧ ભારે.
  12. ૧૨ પૂર્વજને.