પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૨૨


કરમાબાઈ સતી કે', સ્વામી તમે સત બોલ્યા,
એ તો મારે મન ભાવ્યાં રે,
જલદી કરો તમે સ્વામી મોરા રે,
તમ થકી અમે ઓધરીએં રે. - એ હાલો હાલો૦
ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,
અમને ઉપમા આવી દીધી રે,
કાઠી સાંસતિયો, સધીર વાણિયો,
ત્રીજો જેસલ દીધો તારી રે. – એ હાલો હાલો૦
શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યા રે,
કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,
કોટિક્લપ કુંભીપાકમાં રાખશે,
પછે [૧] ઊંચ ઘેર અવતાર દેશે રે. – એ હાલો હાલો૦
જેઠો મોવડ કે એ મેં સાંભળ્યું,
નવ નવ વરસે લગન લેશે રે,
વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,
એ નારી કેમ ઓધરશે રે. - એ હાલો હાલો૦
એક અસ્ત્રીને તરવાનો રસ્તો,
હરિગુણ હૈયામાં રાખે રે,
પોતાના પિયુજીને શિવ કરી માનશે,
તેને ત્રિકમજી લેશે તારી રે. – એ હાલો હાલો૦
રામનુ નામ રુદામાં રાખજો,
શામળેા કરશે સારું રે,
ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,
પ્રભુ અમને પાર ઉતારે રે, – એ હાલો હાલો૦

  1. * પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુ:ખી થશે.