પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૨૬


આવી પરોળીઆ પૂછવા લાગ્યા, કોનાં છે બાળક,
અંતરમાંથી કહોને અમને, ત્રિકમજી સમરે તમને.
દેવીપુત્ર કુળ અમારો, ભાવે કરીને ભજીએ માવો,
સૌને સવારથ છે વહાલો, અમને વા'લો કૃષ્ણજી કાળો.
નાઈ ધોઈ નમસ્કાર કીધા, પૂજા કીધી, પરિક્રમણ કીધાં,
શીશ વધેરીને શંકરને દીધાં, કારજ પોતાનાં તો કીધાં.
ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,
ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.

જેઠા મોવડના ભાઈ એ આ દેવાણંદ ભગતને એક ભેસ દાનમાં આપવા માંડી. ભગતે કહ્યું : “હું તો કાળું દાન લેતો નથી. પણ જેઠાની કાંઈક યાદગીરી રહે તેવું પુણ્ય કરો.”