પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૩

૨૪૮

હરમત : હિંમત
હરામ : ત્યાજ્ય, અગરાજ
હરીસો : કાઠી લોકોનું એક
જાતનું પકવાન
હલક્યા : ઊમટ્યા
હાકલો: હાકલ
હાથગજણું : હાથગરણું, લગ્નપ્રસંગે
અપાતો ચાંદલો
હાથલા થોર: એક જાતનો થૂવર
જેને હાથના પંજા જેવડાં
પાંદડાં થાય છે.
હાવળ : ઘોડાનો હણહણાટ
હાંસડી : ડોકે પહેરવાનો, રૂપાનો
વાળો

 
હિલોળવું : ઝુલાવવું
હિંગતોળ : વાણિયો (તિરસ્કારમાં)
હીણું : નબળું, દૂબળું
હુલાવવું : ઘોંચવું
હેઠવાસ : નદી જે દિશામાં વહેતી
હોય તે દિશા, નીચો વાસ
હેઠળ : નીચે
હેડ્ય (ગાડાંની) : હાર્ય, સમૂહ
હેબતાવું : ચકિત બનીને
અચકાવું
હેમખેમ : ક્ષેમકુશળ
હેમવરણું : સુવર્ણરંગી
હેલ્ય : બેડું
હૈયાફૂટું : ભુલકણું

*

પાળિયા-ખાંભી : ગામડાંનાં પાદરોમાં પથ્થરમાં કોતરેલાં મૃત્યુ-સ્મારકો જોવા મળે છે. તેમાં ઘોડેસવાર, પગપાળો, ઊંટ સવાર, રથ-સવાર વગેરેનાં શિલ્પો કંડારેલાં હોય. કોઈમાં કાટખૂણા જેવો હાથનો પંજો કે કોઈ સ્ત્રી મૃત માનવીને બે હાથમાં ઉપાડીને લઈ જતી હોય. આ બધાને સામાન્ય રીતે પાળિયા કે ખાંભી કહીએ છીએ. પણ, આ મૃત્યુ-સ્મારકોમાં વિવિધ ભેદો છે, જેમ કે, ગામનું કે અબળાનું રક્ષણ કરતાં મૃત્યુ પામેલા શૂરવીરના સ્મારકને પાળિયો કહેવાય, યુવાન, સાજોસારો માણસ અકસ્માતથી, સર્પદંશથી કે આપઘાતથી મર્યો હોય તેના સ્મારકને સૂરધન કહે, કોઈ રાજા કે શ્રેષ્ઠી ગોચર માટે જમીન આપે કે બ્રાહ્મણને દાન આપે તેના માટેના લખાણવાળી ટિલા ખંભ કે ખાંભી કહેવાય. ગામ બચાવવા કોઈ વીરાંગના ખપી ગઈ હોય તેનો પાળિયો, પતિની પાછળ સતી થાય તેની ખાંભી.