પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯

રૂઢિપ્રયેાગો

આપઘાતથી મરેલી સ્ત્રીની શિકોતરની ખાંભી, મૃત્યુ સ્મારકના અાવા બાવીસેક પ્રકારો છે: પાળિયા, ખાંભી, શૂરાપૂરા, કેશ, પાવળિયા, દેવલા વગેરે. ( ખોડીદાસ પરમાર. )

*
રૂઢિપ્રયેાગો

અઢારે આલમ ટાંપીને બેઠી હતી: સમગ્ર પ્રજા રાહ જોઈ રહી હતી
અથર્યા થયા સિવાય: જરાય અધીર થયા વિના
અર્ધે માથે કપાળ : ભાગ્યશાળી, આભકપાળો
અંગૂઠો દાબીને : સૂતેલ સ્ત્રી-પુરુષને જગાડવાં હોય તો તેને ઢંઢોળીને
નહિ પણ જમણા પગનો અંગૂઠો પકડીને જગાડાય છે.
અંતર ભાંગવું : અંતર એાછું કરવું, નજીક જવું
અંતરમાં અજવાસ થવો : એકાએક સૂઝી આવવું
અંતરમાં ટાઢો શેરડો પડી જવો : હૃદયમાં સંતોષ કે શાંતિની શીતળ
લાગણી થવી
'આ કાયા તારે કણે બંધાણી છે' : તારા દીધેલા અન્નથી શરીર
પોષાયું છે
આઉ મેલવું: પશુઓને જેમ જેમ સગર્ભાવસ્થાના મહિના વધે તેમ
તેમ આઉનો ભાગ પ્રગટ થતો જાય તે
આકડે મધ : સુલભ્ય કીમતી વસ્તુ (મધ હમેશાં ઝાડની ઊંચી ડાળે
હોઈ મુશ્કેલીથી મેળવી શકાય, પણ આકડાની ડાળે હોય તો તે
સુલભ્ય થઈ શકે, આકડાનું ઝાડ નાનું હોય છે)
આજના જેવી કાલ્ય નૈ ઊગે : ભવિષ્ય વધુ અનિષ્ટમય થશે.
આડી જીભ વાળવી : વિરુદ્ધ મત આપીને વિઘ્ન નાખવું – વાતને તોડી
નાખવી.
આડી હોવી : ટેક હોવી
આડું આવવું : સ્ત્રીને પ્રસવ થતી વખતે બાળક આડું આવે છે તે
આડો આંક આવવો : હદ થઈ જવી, પરાકાષ્ટા થવી