પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯

કાનિયેા ઝાંપડો


એની સામે આંગળી ચીંધીને એની વહુ કહેવા લાગી: “અને એ શાદુળ બાપુ ! આ મારો ધણી કાનિયો તમને શુરાતન ચડાવવા બૂંગિયો વગાડશે. ઈ યે સુદામડાનો ભાગીદાર છે. અને રોયા ! સુદામડા સારુ જો તું આજ મરીશ નહિ ને, તો હું તને ઘરમાં નહિ ગરવા દઉં !'

ઝાંપડો હસ્યો, કાંઈ બોલ્યો નહિ, પણ ગળામાં કોટી જેવડો ઢોલ ટાંગીને પોતાના રાઠોડી હાથ વડે તરઘાયો વગાડવા માંડ્યો. એની જોરાવર દાંડી પડી, એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું. એનું નામ કાનિયો ઝાંપડો.

“એલા, ગાડાં લાવો, ઝટ ગાડાં ભેળાં કરો.” એવી હાકલ પડી. કાનિયાને તરઘાયે કાયરને છાબડે પણ હરિ આવ્યા.

હડેડાટ કરતાં ગાડાં આવી પહોંચ્યાં. ધબાધબ ગામના ઝાંપા બંધ થયા, અને ઝાંપા આડાં આખા ગામનાં ગાડાં ઠાંસી દીધાં. એની આડા દસ દસ માણસો તલવાર લઈને ઊભા રહ્યા. ઝાલર ટાણું થઈ ગયું. ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકર મા'રાજની આરતી ઉતારવા મંડ્યો. પાંચ શેર પિત્તળની એ ઊજળી આરતીમાંથી દસ દસ જ્યોતના ઝળેળાટ ઠાકર મા'રાજના મોઢા પર રમવા મંડ્યા. ટપૂડિયાં છોકરાં હાંફતાં હાંફતાં એ ચોરાના તોતિંગ નગારા ઉપર ડાંડીના ઘા દેવા લાગ્યાં. અને બીજી બાજુ ઝાંપા બહાર આછા આછા અંધારામાં નીંભણી નદીને કાંઠે દુશ્મનોની બંદૂકની જામગરીઓ ઝબૂકવા માંડી.

ઓલી વાઘરણનો કૂબો બરાબર ઝાંપાને પડખે જ હતો. એના ઘરમાં શિકાર કરવાની બંદૂકમાં દારૂગોળી ધરબીને જામગરી ઝેગવી વાઘરણે પોતાના ધણીના હાથમાં દીધી અને કહ્યું : “એય રોયા ! તેતર ને સાંસલાં તો રોજ