પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
હિંદુસ્તાની

હિંદુસ્તાની આ શુભ કાર્ય હિંદી સાહિત્ય સમેલન તેમ જ અંજુમને તરછી-એ- કરી શકે છે. હિંદી સાહિત્ય સંમેલને ૧૯૧૭માં તેની વાર્ષિક બેઠકના પ્રમુખ થવા મને નાતો ત્યારથી મારે તેની સાથે સંબંધ રહેલા છે. અખિલ ભારતની રાષ્ટ્રભાષા વિષેના મારા વિચાર મે` એ સમેલન આગળ રજૂ કરેલા. ૧૯૩૫ માં હું સંમેલનની ખેઠકના ફરી વાર પ્રમુખ થયા ત્યારે, ‘ ઉત્તર ભારતના હિંદુ તેમ જ મુસલમાન ખાલે છે અને દેવનાગરી અથવા કારસી લિપિમાં લખાય છે એ ભાષા તે હિંદી', એવી વ્યાખ્યા હું તેની પાસે સ્વીકારાવી શક્યો હતો. તેને પરિણામે સ્વાભાવિક રીતે સમેલનના સભ્યાએ એ વ્યાખ્યાનો અમલ કરી શકાય એટલે અંશે પોતાનું હિંદી જ્ઞાન વધારવું ઘટતું હતું, અને હિંદુ તથા મુસલમાન બંને વાંચી શકે એવું સાહિત્ય ઉત્પન્ન કરવું ઘટતું હતું. એને સારુ એ સભ્યોએ ફારસી લિપિ શીખવી ઘટતી હતી. એ સુંદર તક તેમણે ગુમાવી લાગે છે. પણ એ કામ કદી ન કરવું એના કરતાં માડુ પણ કરવું સારું છે. તે હવે જાગીને કામે લાગશે ખરા ? તેમણે અંજુમન સાથ આપે તેની રાહ જોતા ખેસવાની જરૂર નથી. અંજુમન સાથ આપે તા ભારે વાત કહેવાય. એમાંથી એક પણ મંડળ, જો ખીજાની જોડે હળીમળીને કામ કરે તે, આ કામ કરી શકે એમ છે. મારી સૂચના એ છે કે, બીજો પક્ષ કઈ કરે યા ન કરે એને વિચાર કર્યો વિના, દરેક મંડળે સ્વતંત્રપણે પોતાનું કર્તવ્ય કરવું. જે મડળ મારી યોજનાના અમલ કરશે તે પોતે જે ભાષાનું પ્રતિનિધિ છે તે ભાષાને સમૃદ્ધ બનાવશે, અને અંતે આખા રાષ્ટ્રને ઉપયોગી થઈ પડે એવી ભાષાની મેળવણી તૈયાર કરવાનું શ્રેય મેળવશે. હિંદી ઉર્દૂના સવાલે `કની રૂપ ધારણ કર્યું છે એ દુવની વાત છે, એમાંથી જે પક્ષ ધારે તે બીજાને માન્યતા આપીને તે ભાષાને સ્વીકાય એવા આશ ઉદાર ભાવે પોતામાં ભેળવી લઈ તે ખાજી સુધારી શકે છે, જે ભાષા પોતાની વિશિષ્ટતાને હાનિ પહોંચાડયા વિના ખીજી ભાષામાંથી વિના સાચે શબ્દો લેશે, તે ભાષા પોતાના શબ્દભંડાળને સમૃદ્ધ બનાવશે. અંગ્રેજી ભાષાએ એ જ પ્રમાણે ખીજી ભાષામાંથી છૂટે હાથે શબ્દો લઈને પોતાની શબ્દસમૃદિ ઘણી વધારી છે. હે , ૧-૨-૪૨