પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર દેશને ભલામણુ કરવાની માત્ર તમે મહેનત લેશો, તે તેની જે અસર થવાની હશે તે થશે”. લેખકે પોતાની સહી કરી છે. પણ કાગળ મને ‘ અંગત ' તરીકે લખેલા હોવાથી હું નામ આપતાં અટકું છું. નાંદે તેયે નામનું મહત્ત્વ નથી. મને માલૂમ છે કે, આ લેખકના જેવી જ ખીજા ધણા મુસલમાતાની માન્યતા છે. મારા નકારથી ખગડેલું સુધર્યું નથી. પણ ૧લી તારીખના ( હરિજનબંધુ ’માં પ્રસિદ્ધ થયેલા મારા ૨૩મી જાન્યુઆરીના લેખથી લેખકની મારા પેાતા પ્રત્યેની લાગણી શાંત થવી જોઈ એ.

લેખક સાથે હું પૂરેપૂરો સંમત છું કે, જે એક જ અખિલ ભારતીય ભાષા ચાહે છે તેમણે સૌએ આજે હિંદી અને ઉર્દૂ બંને શીખી લેવી જોઈએ. તેમ કરશે તે આપણને એક સામાન્ય(રાષ્ટ્ર) ભાષા આપશે. આમપ્રજા જે શૈલી વધારે સમજી શક્ત હશે અને જે વધારે લોકપ્રિય બનશે, તે જ અખિલ ભારતીય ભાષા અનરો જે - - પછી ભલે તેનું રૂપ હિંદુ હોય કે મુસ્લિમ હોય. પણ મારી સૂચના જો સર્વેને ગળે ઊતરે, તે ભાષાના પ્રશ્ન રાજકીય મુદ્દો અને ઝઘડાનું મૂળ થતો અટકરશે, લેખકના આ મત સાથે હું મળતા થતા નથી કે, ઉર્દૂ હિંદી કરતાં “ વધારે ઘડાયેલી, વધારે સુંદર, વધારે આકર્ષક, વધારે અભર અને વધારે ભાનિદર્શીક ’’ છે. લેખક કહે છે તેવા સવે ગુણેઃ કાÉ પણ ભાષામાં સ્વયંભૂ હોતા નથી. જેવા ખેલનારા અને લખનારા તેવી તેમની ભાષા ધડાય છે. અંગ્રેજોએ જેવી અંગ્રેજી બનાવી તે કરતાં તેનામાં મૂળથી જ વધારે ગુણ નહતા. બીજા શબ્દોમાં, ભાષા માણુસની બનાવેલી વસ્તુ છે, અને જેવા બનાવનારા તેવી બને છે. દરેક ભાષામાં ખીલવાની અપાર શક્યતા રહેલી છે. અર્વાચીન બંગાળી કિમ અને રવીન્દ્રનાથે જેવી નિપજાવી તેવી થઈ છે. આથી, જો એ સાચું હાય કે હિંદી કરતાં ઉર્દૂમાં સર્વે પ્રકારના વધારે ગુણો છે, તો તેનું કારણ એક હિંદીના ઘડનારા કરતાં તેને ધડનારા વધારે શક્તિશાળી માણુસે હશે. એ બાબતમાં હું કો અભિપ્રાય રજૂ કરી શકતો નથી, કારણુ કે મે એમાંથી એયને ભાષાવિશારદ તરીકે અભ્યાસ કર્યા નથી. મેં તે મારાં જાહેર કામે પૂરતું જ બંનેનું જ્ઞાન મેળવ્યું છે, પણ હું પૂછું છું કે, શું સાચે જ હિંદી અને ઉર્દૂ એકબીજાથી એવી જુદી ભાષાઓ છે કે જેવી, દાખલા તરીકે, બંગાળી અને મરાઠી છે? ઉ