પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭

હિંદી + ઉર્દૂ = હિ'દુસ્તાની --- એ ફારસી લિપિમાં લખાતી, અને સંસ્કૃત કરતાં અરબી અને ફારસીમાંથી નવા શબ્દો લેવાનું વલણ ધરાવતી,હિંદીમાંથી જ ઊતરી આવેલી ભાષા નથી કે? જો એ કામા વચ્ચે ખેદિલી ન હોત, તો આ પરિણામનું સ્વાગત થયું હોત. અને જ્યારે આજનાં વેરઝેર શમી જશે તેમ એક દિવસ થવાનું જ છે. ત્યારે આપણા વશજો આપણી આજની તકરારા પર હસશે, અને અસંખ્ય લેખા અને ખેલનારાઓની વિવિધ રુચિ અને (ભાષાની) મૂડીઓમાંથી તથા અનેક ભાષામાંથી જેમ ફાવતું આવ્યું તેમ વિના ચીવટે સ્વીકારેલા શબ્દોની ખીચડીથી બનેલી હિંદુસ્તાની ભાષા માટે અભિમાન ધરાવશે.


લેખકની એક ગેરસમજ મારે સુધારવી ઘટે છે. એ એમ માનતા લાગે છે કે, હિંદુસ્તાની આગળ જતાં બધી પ્રાન્તિક ભાષાઓની જગ્યા લઈ લેશે. મારી એવી કલ્પના નથી, અને અખિલ ભારતીય ભાષાના વિચાર કરનારા ખીજાઓની પણ નથી. તેમની કલ્પના હિંદુસ્તાનીને અંગ્રેજીનું સ્થાન આપવાની છે. આજે તો અગ્રેજી ભાષા ભણેલાઓની વચ્ચેના પરસ્પર વ્યવહારનું લગભગ વાહન બનેલી છે, અને તેને પરિણામે તેમની અને પ્રજાની વચ્ચે મોટું અંતર પડી ગયું છે. જો હિંદુસ્તાનની પ્રજાના સૌથી મોટા ભાગ જે ભાષા મલે છે તેને જ આંતરપ્રાન્તીય વ્યવહારો માટે સામાન્ય ભાષા બનાવીએ, તે જ મા દુઃખદ પરિણામ ટાળી શકાય. આથી હિન્દી અને ઉર્દૂ વચ્ચે લડાઈ નથી, પણ એક બાજુ તે એ અને બીજી બાજુ અંગ્રેજી વચ્ચે છે. પરસ્પરની આજે દેખાતી બેદિલી ઉપરાંત, અન્ને બહેનાના માર્ગમાં ઘણું મોટું વિઘ્ર હોવા છતાં, આ લડાઈના વિજયી અંત વિષે કશી શકા જ નથી. લેખકને હિંદી સાહિત્ય સંમેલન સાથેના મારા સબંધ સામે વાંધે છે. એ સસ્થા સાથેના મારા સબંધ માટે મને ગ છે. એણે પોતાની કારકિર્દી માટે કશું જ શરમાવા જેવું નથી. હિન્દી નામ ખન્ને કામેા માટે સમાનપણે લાગુ પડતું હતું. બન્નેએ હિંદીમાં લખ્યું છે અને તેને સમૃદ્ધ કરી છે. મારા તે સંસ્થા સાથેના સંબંધની પાછળ કેટલો અથ રહેલો છે તેને લેખકને ખ્યાલ જ નથી એમ લાગે છે. મારી પ્રેરણાથી તેણે ડહાપણુ જ નહિ પણ (ગણાવું તે) દેશભક્તિ તથા ઉદાતાયે દેખાડીને, હિંદીની એવી વ્યાખ્યા ઘડી કે, તેમાં ઉર્દૂ પણ આવી જાય. લેખક પૂછે છે, કાઈ ઉર્દૂ પરિષદમાં હું કદી ભલ્યે છું કે ? કાઈ દિવસ ગંભીરતાપૂર્વક મને એવું તેડુ જ મળ્યું નથી, મળ્યું હાત તો હિંદી સાહિત્ય સંમેલનમાં તેડવાવાળા જોડે સે શરત કરી તેવી જ