પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧. રાષ્ટ્રીય ભાષાના વિચાર “ દરેક ફૅળવાયેલા હિંદીને સ્વભાષા, હિંદુને સસ્કૃત, મુસલમાનને અરબી, પારસીને પીચનનું, અને બધાને હિંદીનું જ્ઞાન હાવું જોઈએ. કેટલાક હિંદુએ અરખી અને કેટલાક મુસલમાને તથા પારસીએ સંસ્કૃત શીખવું જોઈએ. ઉત્તર અને પશ્ચિમ હિંદુસ્તાનના હિંદીએ તામિલ શીખવું જોઈએ. આખા હિંદરતાનને તેઈએ. તે તાહૂિદી હાવી જોઈએ. તે ઉર્દૂ અથવા નાગરી લિપિમાં લખવાની છૂટ ઘટે છે. હિંદુ-મુસલમાનના વિચાર ઠીક રહે, તેથી આ બંને લિપિ ધૃણા હિંદીએ જાણી લેવાની જરૂર છે. આમ થતાં આપણે એકબીનની સાથે વ્યવહાર રાખવામાં અંગ્રેજીને હકારી શકીશું.” ‘ હિંદ સ્વરાજ’, (૧૯૦૯) પા. ૧૨૪ જેમ કેળવણીના વાહનનો વિચાર કરવા પડ્યો* તેમ જ આપણે રાષ્ટ્રીય ભાષાનો વિચાર કરવા યોગ્ય છે, જો અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા થવાની હોય તે અંગ્રેજીને જરૂરિયાત સ્થાન મળવું જોઈએ. અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા થઈ શકે? કેટલાક વિદ્વાન સ્વદેશાભિમાની કહે છે કે, અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા થવી જોઈએ એવા પ્રશ્ન જ અજ્ઞાન દશાસૂચક છે; અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા થઈ ચૂકી છે. આપણા નામદાર વાઇસરૉયસાહેબે ભાણુ કર્યું છે, તેમાં તેમણે માત્ર તેવી આશા બતાવી છે. તેમના ઉત્સાહ તેમને ઉપયુ ક્ત શ્રેણીએ નથી લઈ જતા. વાઇસરોયસાહેખ માને છે કે, અંગ્રેજી ભાષા દહાડે ધ્યાડે આ દેશમાં વિસ્તાર પામશે, આપણાં કુટુંબેમાં તે પ્રવેશ કરશે, અને છેવટે રાષ્ટ્રીય ભાષાની ઉચ્ચ પછી ભોગવશે. અત્યારે ઉપરન્ટપકે વિચારતાં આ ખ્યાલને ટકા મળે છે. આપણા શિક્ષિત વર્ગોની દશા જોતાં અંગ્રેજી વિના આપણા કારભાર અટકી પડે એવા આભાસ આવે છે. એમ છતાં જરા ઊંડા ઊતરીશું તા માલૂમ પડશે કે, અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા ન થઈ શકે, ન થવી જોઈ એ.

  • ઈ. સ. ૧૯૧૭ માં ભરૂચ મુકામે મળેલી ખીજી ગુજરાત કેળવણી પરિષદના

પ્રમુખપદેથી આપેલા ભાષણમાંથી આ ભાગ લીધો છે. મૂળ માટે જુએ ખરી કેળવણી ૨ - ગાંધીજી '