પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
હિંદુસ્તાની બોલીનો ઇતિહાસ

હિંદુસ્તાની મેલીના ઇતિહાસ વચ્ચેની અવસ્થાએ નિશ્ચિતરૂપે મળતી નથી. પરંતુ મોટા ભાગના વિદ્યાના એ વિશે એકમત છે કે, મધ્યમ પ્રાકૃતનો સમય ઈ. સ. પૂર્વે ૬૦૦ થી ઈ. સ. ૧૦૦૦ સુધી રહ્યો. ૨. મધ્યમ પ્રાકૃતા, જે ફક્ત ખેલી જ હતી, તેમને મહાવીર અને બુદ્ધે ચલાવેલાં ધાર્મિક આંદોલનને કારણે પોતાના સાહિત્યિક વિકાસ કરવાનું ઉત્તેજન મળ્યું. આ પ્રાકૃત ભાષામાં પાલી સૌથી મહત્ત્વની ભાષા બની ગઈ, કારણ કે તેને બૌદ્ધોના પવિત્ર ધર્મગ્રંથ લખવાને માટે મધ્યમરૂપે સ્વીકારવામાં આવી હતી. મહત્વની દૃષ્ટિએ બીજું સ્થાન અર્ધમાગધીનું હતું. તેમાં જૈનેના ધર્મગ્રંથ લખાયા. આ ઉપરાંત પણ બીજી કેટલીક પ્રાકૃત ભાષા તે સમયે પ્રચલિત હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રી જેમાં ગીત અને કાવ્ય લખાતાં, અને શૌરસેની જેના ઉપયેગ નાટકમાં સ્ત્રીપાત્રાની ભાષારૂપે કરવામાં આવતા. - ૩. ઈસ્વી સનની ઠ્ઠી સદી આવતાં સુધીમાં પ્રાકૃત ભાષા બંધિયાર અને મૃત ભાષાએ બની ગઈ હતી. ત્યારે પણ સાહિત્ય તે એ ભાષામાં લખાતું, પણ તેમને વિકાસ અટકી પડષો હુને. આ જ સદીમાં સામાન્ય ખેલચાલની ભાષા જેમાંથી સાહિત્યિક પ્રાકૃતના જન્મ થયો હતેા —— તા સાહિત્યની દૃષ્ટિએ ઉપયોગ થવા લાગ્યો. પ્રાકૃત ભાષાના સાહિત્યિક વિકાસના આ પ્રકાર અપભ્રંશને નામે ઓળખાય છે, તેને સમય ઈ. સ. ૬૦૦થી ઈ. સ. ૧૦૦૦ સુધી રહ્યો. આ અપભ્રંશ ભાષાઓમાંની એક નાગર ભાષાએ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઉત્તર હિન્દુસ્તાનના ઘણાખરા ભાગમાં આ જ નાગરનાં વિવિધ રૂપો સાહિત્યિક અભિવ્યક્તિનાં વાહન તરીકે વપરાવા લાગ્યાં. પરંતુ નાગર અને એનાં વિવિધ રૂપો ઉપરાંત શૌરસેની જેવી ખીજી કેટલીક પ્રાકૃત ભાષાના અપભ્રંશના પણ વિકાસ થયે હતો. ૪. હિન્દુસ્તાનની આધુનિક ભાષાઓ અથવા તૃતીય પ્રાકૃતના વિકાસ મા અપભ્રંશ ભાષાઓમાંથી થયે છે. નાગર પોતાના એક પ્રકાર દ્વારા રાજસ્થાની અને ગુજરાતી ભાષાની જનની બની. એ પ્રકારને ટેસ્ટિટારીએ પ્રાચીન પશ્ચિમી રાજસ્થાનીનું નામ આપ્યું છે. શૌરસેની અપભ્રંશનું રૂપ હેમચંદ્રના (ઈ. સ. ૧૧૭૨ ) પ્રાકૃત વ્યાકરણમાં પ્રગટ થયું છે. પરંતુ શૌરસેની અપભ્રંશને નાગર સાથે સબંધ નિશ્ચિત કરવા મુશ્કેલ છે, એમ જણાય છે કે, શારસેની અપભ્રંશના રૂપમાં બીજા પણ પરિવર્તન થયાં અને તે પ્રાચીન પશ્ચિમી હિંદી, અવતુચ્છ, કાવ્યભાષા વગેરે કહેવાયાં,