પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રીય ભાષાના વિચાર સારું અંગ્રેજીની જરૂર રહેશે. આપણે કયાંયે અંગ્રેજી ભાષાનો દ્વેષ નથી કરતા. માત્ર તેને તેના સ્થાન બહાર જવા દેવા નથી માગતા એ જ આગ્રહ છે. સામ્રાજ્યની ભાષા તો અંગ્રેજી હશે ને તેથી આપણા માલવીયજી, શાઅિયાર, બેનરજી વગેરેને એ ભાષા શીખવાની કરજ પાડીશું, અને તે હિંદની કીર્તિ ખીજા દેશમાં જગવશે એમ ખાતરી રાખીશું. પણુ રાષ્ટ્રની ભાષા અંગ્રેજી ન હોય, અંગ્રેજીતે રાષ્ટ્રીય ભાષા બનાવવી એ એસ્પેરેન્ટ દાખલ કરવા જેવું છે, અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા થાય એવી કલ્પના આપણી નિર્બળતા સૂચવે છે. એસ્પેરેન્ટેના પ્રયાસ માત્ર અજ્ઞાન સૂચવશે. ત્યારે કઈ ભાષા પેલાં પાંચ લક્ષણાવાળી છે? હિંદી ભાષામાં એ બધાં લક્ષણો છે. એમ કબૂલ કર્યાં વિના ચાલશે જ નહિ. હિંદી ભાષા હું એને કહું છું કે જે ઉત્તરમાં હિંદુ તથા મુસલમાન મેલે છે તે દેવનાગરી અથવા ઉર્દૂ લિપિમાં લખે છે. આ વ્યાખ્યા સામે કંપ્રક વિરોધ જોયા છે. એવી દલીલ થતી જોવામાં આવે છે કે, હિંદી અને ઉર્દૂ એ નાખી ભાષા છે. આ ફ્લીલ વાસ્તવિક નથી, ઉત્તર વિભાગમાં મુસલમાન અને હિંદુ ખતૈ એક જ ભાષા ખેલે છે. ભેદ શિક્ષિત વગે પાડ્યો છે. એટલે કે, હિંદુ શિક્ષિત વગે હિંદીને કેવળ સંસ્કૃતમય કરી મૂકી છે, તેથી કેટલાક મુસલમાન તે નથી સમજી શકતા. લખનૌના મુસલમાન ભાઈ એ ફારસીમય ઉર્દૂ ખેલીને તે હિંદુથી ન સમજાય તેવી કરી મૂકે છે. આ બંને પરિભાષા છે ને તેને પ્રજાવર્ગ માં થાંયે સ્થાન નથી. હું ઉત્તરમાં રહ્યો છું, હિંદુ મુસલમાન સાથે ખૂબ ભળ્યા છું, ને મારું હિંદી ભાષાનું જ્ઞાન ધણું ઓછું હોવા છતાં મને તેમની સાથે વ્યવહાર રાખવામાં જરાયે અડચણ નથી આવી. જે ભાષા ઉત્તર વિભાગમાં જનસમાજ ખેલે છે તેને ઉર્દૂ કહેા કે હિંદી, બંને એક જ છે. ઉર્દૂ લિપિમાં લખો તો તે ઉર્દૂ નામે ઓળખા, તે જ વાકયો નાગરીમાં લખા તા હિંદી કહેવાશે. 66 હવે રહ્યો લિપિના ઝધડા. હાલ તુરત મુસલમાન છેકરા જરૂર ઉ લિપિમાં લખરો, હિંદુ ઘણે ભાગે દેવનાગરીમાં લખશે. “ ઘણે ભાગે ” શબ્દન પ્રયોગ કરું છું, કેમ કે હજારા હિંદુ આજ પણ પોતાનું હિંદી ઉર્દૂ લિપિમાં લખે છે, તે કેટલાક તો દેવનાગરી લિપિ જાણુતા પણ નથી. છેવટે જ્યારે હિંદુ મુસલમાન વચ્ચે જરા પણુ શંકાની નજર નંહે રહે, જ્યારે અવિશ્વાસનાં ખધાં કારણે દૂર થયાં હશે, ત્યારે જે લિપિમાં જોર રહેશે. તે લિપિ વધારે ભાગે