પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

૧૧ રાષ્ટ્રભાષા વિષે વિચાર ‘ ડેમોક્રસી' ચાહું છું, ફક્ત હામાં હા મેળવવાથી ડેાક્રસીમાંથી ‘હિપાસી ’ • દંભ બની જાય છે. તેથી મેં કહ્યું કે, ફક્ત હામાં હા ન ભણુવી, પણ પેાતાના સાચા મત બતાવવા. ' હું નથી ઇચ્છતો કે, હિંદી મટી જાય કે ઉર્દૂ નષ્ટ થઈ જાય. હું તે ફક્ત એટલું જ ઇચ્છું છું કે, એ મારું કામ કરી દે. સત્યાગ્રહનો કાયદો છે કે તેમાં એક હાથની તાળા હાઇ શકે છે. તે વાગતી નથી, પણ તેથી કાંઈ ફરત નથી થતી. આપ એક હાથ લાવશે તે બીજો આપોઆપ હુડી જશે. હાસાહેબે નાગપુરમાં જે વાત કહી હતી તેને તે વખતે હું સમજી ન રશક્યો. - હિંદી યાને ઉર્દૂ’ એ મેં સ્વીકાર્યું નહીં. તે વખતે તેમની વાત માની લેત તો સારું થાત. દાસ્ત બનવા આવ્યા હતા, પણ વિરોધ કર્યાં અને દુશ્મનશા બન્યા. પરંતુ મારે દુશ્મન તે! કાઈ છે જ નહિ. પછી બ્રકસાહેબ પણ મારા દુશ્મન શી રીતે બની શકે? તેથી જ અમે આજ એક મંચ ઉપર ખડા થઈ ગયા છીએ. નાગપુરમાં ભારતીય સાહિત્ય સંમેલન કર્યું હતું; પરંતુ ત્યાં તેનો આરંભ થયા અને તે ખતમ પણ ત્યાં જ થયું; ક્રમ કે બેઠા દેસ્ત બનવા પરંતુ બની ગયા દુશ્મન જેવા. તે તેનાથી શા ફાયદા થાત તે હિંદુસ્તાની નહિ પણ ભારતીય સાહિત્ય સમેલન હતું. તેથી કરીને ત્યારના ભાષણમાં મે સંસ્કૃત શબ્દ ભર્યાં હતા. આજ પણ જો એની આગળ આલવું પડે તો એમ જ કરું. આનજી કહે છે કે, એ લિપિ શીખવામાં બહુ મુસીબત ઉઠાવવી પડશે. હું કહું છું કે એમાં કશીય મુશ્કેલી નથી; અને જો મુસીબત હોય તેય તેને પાર કરવી જ જોઈશે. કેમ કે એ પાર કરવામાં ન આવે તે ખીજી એથીય ભારે મુસીબતાને મુકાબલે આપણે કેમ કરીને કરી શકીશું? હું હિંદુ-મુસ્લિમ-એકતા માટે જીવું છું. હું માનું છું કે હિંદુસ્તાનીના પ્રચારથી હિંદુ-મુસ્લિમ-એકતા થશે. પરંતુ અત્યારે એ લાલચ હું હે તાવું. હું કહું છું કે હિંદી ને ઉર્દૂ ભેઉનું ભલું થાઓ. એમની મારફત મારે કામ લેવું છે. હિંદુસ્તાની આજે હયાત છે, પણ આપણે તેને કામમાં નથી લાવતા. આ જમાના હિંદીના છે અને ઉર્દૂના પણ છે. તે એ નદી છે. તેમાંથી હિંદુસ્તાનીની ત્રીજી નદી પ્રગટ થવાની છે. તેથી જો એ બે સુકાઈ જાય તે મારું કામ નથી ચાલી શકતું.