શષ્ટ્રભાષા વિષે વિચાર લખાશે, તે તે રાષ્ટ્રીય લિપિ ચશે. દરમ્યાન મુસલમાન ભાઈ એ અને હિંદુ તે ઉર્દૂ લિપિમાં અરજી લખવી હશે તેની અરજી રાષ્ટ્રના સ્થાનમાં કબૂલ થવી જોઈશે. પાંચ લક્ષણા ધારણુ કરવામાં આ હિંદીની હરીફાઈ કરનારી બીજી એક ભાષા નથી. હિંદીની બીજી પછી ગાળી ભોગવે છે. છતાં ખગાળા ભાઈ પણ અગાળ બહાર હિન્દીને ઉપયોગ કરે છે. હિન્દી ખેાલના જ્યાં જાય ત્યાં હિંદીના ઉપયોગ કરે છે ને તે કાઈ ને આશ્રય કારક નથી લાગતું. હિંદી ધર્મ - પ્રચારકા, ઉ મેલવીઓ, આખા હિન્દુસ્તાનમાં પોતાનાં વ્યાખ્યાને હિન્દીમાં જ આપે છે, તે અભણુ પ્રજા તે સમજી લે છે. અભણુ ગુજરાતી પણ ઉત્તરમાં જઈ હિન્દીના પ્રયોગ થાડા ઘણા કરી લે છે, ત્યારે ઉત્તરના ભૈયા મુંબઈના શેઠની દરવાનગી કરતા હતા ગુજરાતીમાં લવાનો ઇન્કાર કરે છે, તે શેઠ ભૈયાની સાથે ભાંગ્યુંતૂટયુ હિન્દી ખેલી નાંખે છે, મેં જોયું છે કે, છેક દ્રાવિડ પ્રાંતમાં પણ હિન્દીના ધ્વનિ સંભળાય છે. મદ્રાસમાં તો અંગ્રેજીથી વ્યવહાર ચાલે એ કહેણુ બરાબર નથી. ત્યાં પણ મેં મારા વ્યવહાર હિન્દીમાં ચલાવ્યા છે. સેકડા મદ્રાસી ઉતારુને મેં તર વર્ગ સાથે હિન્દીમાં ખાલતા સાંભળ્યા છે. વળી, મદ્રાસના મુસલમાન ભાઈ તો બરાબર હિન્દી ખાલી જાણે છે. સમસ્ત હિન્દુસ્તાનના મુસલમાન ઉર્દૂ ખેલે છે એ અહીં ધ્યાનમાં રાખવા જેવું છે તે તેઓની સંખ્યા બધા પ્રાંતોમાં નાનીસૂની નથી.
આમ હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે નિર્માણ થઈ ચૂકી છે. તેને આપણે ઘણાં વર્ષ પૂર્વે રાષ્ટ્રીય ભાષા તરીકે વાપરી છે. ઉની ઉત્પત્તિ પણ હિન્દીની એ શક્તિમાં રહેલી છે. મુસલમાની પાદશાહે ફારસી કે અખીને રાષ્ટ્રીય ભાષા નહિ બનાવી શક્યા. તેમણે હિન્દી વ્યાકરણ કબૂલ રાખી ઉર્દૂ લિપિ વાપરીને ફારસી શબ્દોને વિશેષ ઉપયોગ કર્યો. પણ જનસમાજની સાથેને વ્યવહાર તેનાથી પરદેશી ભાષા વડે ન થઈ શક્યો. આ દશા કઈ અંગ્રેજી રાજ્યકતાઁને અજાણી નથી, જેને લડાયક વષઁના અનુભવ છે તે જાણે છે કે, સિપાહી વર્ગને સારુ સત્તા હિન્દી કે ઉર્દૂમાં રાખવી પડી છે. આમ હિન્દી જ રાષ્ટ્રીય ભાષા થઈ શકે એમ આપણે જોઈએ છીએ, છતાં મદ્રાસના શિક્ષિત વર્ગને સારુ એ સવાલ મુશ્કેલીભર્યાં છે. દક્ષિણી, ગુજરાતી, સિંધી, ગાળીને તે તે ઘણું સહેલું છે. ઘેડા માસમાં તેઓ હિંદી ઉપર સારી કાબૂ મેળવી રાષ્ટ્રીય કારભાર તેમાં ચલાવી શકે છે.