પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર મ હિંદની ખીજી કાઈ ભાષા ન શીખવાના ખંગાળને પૂર્વગ્રહ છે તેથી, અને વિડ લોકોને હિંદુસ્તાની શીખવાની મુશ્કેલીને લઈને, હિંદુસ્તાની ન જાણુવાથી, હિંના બાકીના ભાગથી અલગ પડી જતા પ્રાંતા એ છે બંગાળ અને મદ્રાસ. સામાન્ય બંગાળી માણુસ રાજ ત્રણ કલાક જો હિંદુસ્તાની શીખવા પાછળ આપે તે, ખરેખર એ માસમાં તે શીખી લે; અને તે જ વૈગથી દ્રવિડ માણુસને ૬ માસ લાગે. તેટલા જ વખતમાં બંગાળી કે દ્રવિડી અંગ્રેજી કરી લેવાની આશા ન રાખી શકે. હિંદુસ્તાની જાણનાર કરતાં અંગ્રેજી જાણનારા હિંદીની સંખ્યા ઓછી છે. અંગ્રેજી જાણે તે ઓછી સંખ્યા જોડે જ વિનિમયનાં દ્વાર ઊઘડે, ત્યારે, હિંદુસ્તાનીનું કામચલાઉ જ્ઞાન તે ઘણી મેટી સંખ્યામાં આપણા દેશ- ભાઈ ઓ જોડે વિનિમય કરવાની શક્તિ આપે. હું આશા રાખું છું કે, ભંગાળી અને દ્રવિડ ભાઈઓ આવતી કૉન્ગ્રેસમાં હિંદુસ્તાનીનું કામચલાઉ જ્ઞાન મેળવીને આવશે. આપણી સૌથી મોટી સભા જો જનતાના વધારેમાં વધારે લોકો જે ભાષા સમજે તેમાં ન ખોલે, તો જનતાને માટે તે ખરેખરા ઇંડા લેવા લાયક ન ખની શકે. દિવડ ભાઈ ઓની મુશ્કેલી હું સમજું છું; પરંતુ માતૃભૂમિ માટેના તેમના પ્રેમ અને ઉદ્યમ ાગળ કશું અધરું નથી. (ય'. ઇ., રર-૨૧ ) ૬. હિંદુસ્તાની ‘ નવજીવન ’ ‘ નવજીવન ‘’ની હિંદી આવૃત્તિ કાઢવાની જવાબદારી હું લઉં એવી ઉત્કંઠા કેટલાક હિંદી-ભાષી મિત્રા ધરાવે છે, એ કરવા હું પોતેય આતુર છું. પણ અત્યાર સુધી તે ખની શકયું નથી, ‘ નવજીવન’ અને ‘ યંગ ઈંડિયા 'ના પાનને પહોંચી વળવાનું કામ જ પૂરતું મુશ્કેલ છે. પરંતુ હું મારા વિચાર અને સિદ્ધાંતો પર ક્િલ છું એમાં શકા નથી. મારે દૃઢ મત છે કે, હિંદને સારુ તે સારા છે, અને પૂરી નમ્રતાથી કહું તો, સૌને માટે તે સારા છે, અને તેથી કરીને હું મિત્રો અને કાર્યકર્તાઓના, હિંદી આવૃત્તિ કાઢવાના દબાણને વશ થાઉં છું. મને ખબર છે કે, અનેક હિંદી અનુવાદો દેશના જુદા જુદા ભાગમાં બહાર પડે છે. પરંતુ ા એવી છે કે, ‘નવજીવન’ અને ‘યંગ