પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
માગળનું પગલું

માગળનું પગલું લીધે, અને એમને વિદેશ જવું હતું તેથી, તેમણે રાજીનામું મોહ્યું, અને પ્રમુખ ચૂંટવામાં તમને કઈક મુસીબત હતી. મારું નામ તો સ્વાગત સમિતિની આગળ હતું જ. મારી આગળ જ્યારે સ્વાગત સમિતિના સંકટની વાત કરવામાં આવી, ત્યારે હું લાચાર થઈ ગયા અને આ પદ સ્વીકારવાની મે' હા પાડી. એ હા પાડવાનું મારી પાસે બીજું કારણ તો હતું જ. ગયે વરસે જ્યારે મારી પાસે આ અધિવેશનનું પ્રમુખપદ લેવાની માગણી આવી, ત્યારે મેં દક્ષિણુ ભારતના હિંદી પ્રચારને માટે બે લાખ રૂપિયા માગ્યા. પશુ આજકાલ બે લાખ પિયા એ કામને માટે ક્રાણ આપે ? હાં, પ્રયત્ન કરીશું. આપ પ્રમુખપદ લેશે સફળતા મળશે '. એવી એવી સમિતિની વાતોમાં ફસાઈ જાઉં એવા ભેળા હું કયાં હતા? મેં તો બે લાખની બાંયધરી માગી. મેં જાણ્યું કે, એને લીધે મિત્રોએ મને છેડી દીધા. wwwww પણ ભગવાનને તો ખીજી જ વાત કરવી હતી, એને મારી મારફતે હિંદી પ્રચારની કઈક વધારે સેવા લેવી હતી, માલવીયજી મહારાજ ન આવી શકચા. ઈશ્વર એમને શતાયુ કરે. મે આપનાં અધિવેશનના અહેવાલો થોડાક જોયા છે. પહેલવહેલું અધિવેશન સન ૧૯૧૦માં થયેલું. એના પ્રમુખ માલવીયજી મહારાજ જ હતા. એમના કરતાં મોટા હિંદીપ્રેમી ભારતવર્ષમાં આપણને ક્યાંયે નહિ મળે તે આજ પણુ આ પદ પર હોત તો કેવું સારું થાત ! એમનું હિંદી પ્રચારનું ક્ષેત્ર ભારતવ્યાપી છે; એમનું હિંદીનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. મારું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મારું હિંદી ભાષાનું જ્ઞાન નહિ જેવું છે, તમારી પ્રથમ પરીક્ષામાં હું પાસ ન થઈ શકું. પણ હિંદી ભાષા પ્રત્યેના મારા પ્રેમ કાઈનાથી ઊતરે એવા નથી. મારું ક્ષેત્ર દક્ષિણમાં હિંદી પ્રચારનું છે. સન ૧૯૧૮માં તમારું અધિવેશન અહીં થયેલું, ત્યારથી દક્ષિણમાં હિંદીપ્રચારના કામનો આરભ થયો છે. એ કામ ત્યારથી ઉત્તરોત્તર વધતું જ ગયું છે. ધનના અભાવને કારણે એ કાવું ન જોઈએ. . તમે પૂછશો કે, કેવળ દક્ષિણમાં હિંદીપ્રચારને માટે કેમ? મારા ઉત્તર એ છે કે, દક્ષિણ ભારત કંઈ નાને મુલક નથી. એ તે એક મહાદ્વીપ જેવા છે. એમાં ચાર પ્રાંત અને ચાર ભાષા છે : તામિલ, તેલુગુ, મલયાળી અને કાનડી. વસ્તી લગભગ સવા સાત કરોડની છે. આટલા માસામાં જો આપણે હિંદી પ્રચારની જડ જમાવી શકીએ તે ખીજા પ્રાંતામાં પણ ઘણી સરળતા થઈ જશે.