પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર જોકે હું આ ભાષાઓને સંસ્કૃતની પુત્રી માનું છું, તોપણુ એ હિંદી; ઊડિયા, ખંગાળી, આસામી, પંજાબી, સિંધી, મરાઠી ને ગુજરાતીથી ભિન્ન છે. એમનું વ્યાકરણ હિંદીથી છેક જુદું છે. એમને સંસ્કૃતની પુત્રી કહેવામાં મારા આશય એટલો જ છે કે, એ બધીમાં સંસ્કૃત શબ્દો પૂરતા પ્રમાણમાં છે, અને જ્યારે સંકટ આવી પડે છે ત્યારે તે સંસ્કૃત માતાને પોકાર કરે છે ને તેના નવા શબ્દરૂપી દૂધ પીએ છે. પ્રાચીન કાળમાં એ ભલે સ્વતંત્ર ભાષા હોય; પણ હવે તો તે સંસ્કૃતમાંથી શબ્દો લઈ તે પોતાનું ગૌરવ વધારી રહી છે. એને સંસ્કૃતની પુત્રી કહેવાનાં બીજા પણ કેટલાંક કારણ છે; પણ અને અત્યારે જવા દઈ એ.

ગમે તેમ હા, એટલી વાત તે નિવિવાદ છે કે, દક્ષિણમાં હિંદીપ્રચાર એ સૌથી કાણુ કામ છે. છતાં, અઢાર વરસમાં ત્યાં વ્યવસ્થિતપણે જે કામ થયું છે તેને પરિણામે, આટલાં વરસમાં છ લાખ દક્ષિણવાસીએએ હિંદીમાં પ્રવેશ કર્યાં; ૪૨,૦૦૦ પરીક્ષામાં બેટા;૩,૨૦૦ જગાએ હિંદીનું શિક્ષણ અપાયું, ૬૦૦ શિક્ષક તૈયાર થયા, અને આજે ૪૩૦ જગાએ કામ ચાલી રહ્યું છે. સન ૧૯૩૧થી સ્નાતક પરીક્ષા પણ શરૂ થઈ, અને આજે સ્નાતકાની સંખ્યા ૩૦૦ની છે. ત્યાં હિંદીની ૭૦ ચાપડીએ તૈયાર થ, ને મદ્રાસમાં એની આઠે લાખ નકલે છપાઈ. ૧૭ વરસ પહેલાં દક્ષિણની એક હાઈસ્કૂલમાં હિંદી શીખવવામાં આવતી નહોતી, પણ આજે ૭૦ હાઈસ્કૂલમાં હિંદી શીખવાય છે. બધા મળીને ૭૦ કા કર્તા એમાં કામ કરે છે. આજ સુધી આ પ્રયાસમાં ચાર લાખ રૂપિયા ખરચાયા છે, તેમાંના અડધાથી કઈક ઓછા રૂપિયા દક્ષિણમાંથી મળ્યા છે. અહીં એક વાત કહેવી જરૂરતી છે. કાકાસાહેબ એમના નિરીક્ષણ પછી કહે છે કે, દક્ષિણમાં બહેનેએ હિંદીપ્રચારને માટે ઘણું કામ કર્યુ છે. તેઓ એના મહિમા સમજી ગઈ છે. તેઓ એટલે સુધી ભાગ લઈ રહી છે કે, કેટલાક પુરુષોને એવી ચિંતા થવા લાગી છે કે જો સ્ત્રીઓ આ રીતે ઉદ્યમી ખનશે તો ઘર કણ સભાળશે ? આટલી પ્રગતિ સાજનક માની શકાય ? આવા વૃક્ષને આપણે હજુ વધારે વધારવું ન જોઈએ ? આજે જ્યારે મને આ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પણ જો હું આ સંસ્થાને ચિરસ્થાયી બનાવવાનો પ્રયત્ન ન કરું, ત મારા જેવા મૂખ કાણુ ગણાય ? મને ખીજી વાર આ પદ લેવાને કંઈ પણ અધિકાર હાય તો તે કેવળ મારા દક્ષિણના હિંદીપ્રચારને લીધે જ છે. ભલે એ