પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શષ્ટ્રભાષા વિષે વિચાર ફરિયાદને પાત્ર પુસ્તકા ગારરસથી ભરેલાં છે. હિંદીમાં શૃંગારસાહિત્ય સારી પેઠે છે. એ તરફ કેટલાંક વરસ પહેલાં શ્રી. બનારસીદાસ ચતુર્વેદીએ મારું ધ્યાન ખેચ્યું હતું. જે ભાષાને આપણે રાષ્ટ્રભાષા બનાવવા માગતા હોઈ એ, તેનું સાહિત્ય સ્વચ્છ, તેજસ્વી અને ઉચ્ચગાની હોવું જોઈએ, હિંદી ભાષામાં આજકાલ ગુંદા સાહિત્યના ઘણા પ્રચાર થઈ રહ્યો છે. છાપાંના સંચાલકો આ બાબતમાં અસાવધ રહે છે તે ગષ્ટીને પોષણ આપે છે. હું માનું છું કે, સમેલને આ બાબતમાં ઉદાસીન ન રહેવું જોઈ એ. સમેલનની તરફથી સારા લેખાને પ્રોત્સાહન મળવું જોઈ એ. લકાને સમેલનની તરફથી પુસ્તકાની પસદીમાં પણ કંઈક મદદ મળવી જોઈએ. આ કામમાં મુસીબત અવશ્ય છે. પણ મુસીબતથી આપણે થોડા જ ભાગી શકીએ છીએ ? પરીક્ષાઓનાં પાઠ્યપુસ્તકામાંથી એક પુસ્તકને વિષે, દેવનાગરી લિપિ સારી રીતે જાણનાર એક મુસલમાનની પણ ફરિયાદ છે. એ પુસ્તકમાં મોગલ બાદશાહે વિષે સારી ખોટી વાત છે, જે બધી ઐતિહાસિક પણ નથી. મારી નમ્ર વિનંતી છે કે, પાવપુસ્તકાની પસંદગી સૂક્ષ્મ વિવેકપૂર્વક થવી જોઈએ, એમાં રાષ્ટ્રીય દૃષ્ટિ રખાવી જોઈ એ, અને પાઠ્યક્રમ પણ આધુનિક આવશ્યકતાઓને ખ્યાલમાં રાખીને નક્કી થવા જોઈ એ. હું જાણું છું કે, મારું આ બધું કહેવું મારા ક્ષેત્રની મહાર છે. પણ મારી પાસે જે ફરિયાદ આવી છે તે તમારી સામે રજૂ કરવાને મેં મારા ધર્મ માન્યા છે. ૧૫. એ સારા ઠરાવ દેરમાં ભરાયેલા હિંદી સાહિત્ય સમેલને કેટલાક ઉપયોગી ઠરાવ પસાર કર્યાં છે. એમાંના એક ઠરાવમાં હિંદી ભાષાની વ્યાખ્યા આપેલી હતી; અને ખીજામાં એવા અભિપ્રાય દર્શાવેલા હતા કે, જે ભાષા સંસ્કૃતમાંથી ઊતરી આવેલી છે અથવા જેના પર સંસ્કૃતને ઘણા પ્રભાવ પડેલ છે તે બધી ભાષાઓ દેવનાગરી લિપિમાં લખાવી જોઈ એ. પહેલા ઠરાવના ઉદ્દેશ એ વસ્તુ પર ભાર મૂકવાનો છે કે, હિંદી પ્રતિક ભાષાના નારા કરી તેનું સ્થાન પડાવી લેવા ઇચ્છતી નથી, પણુ તેની પૂર્તિરૂપ અનવા ઇચ્છે છે, અને હિંદી ભાષા ખેલનારનાં અખિલ ભારતીય કાયા તરીકેનાં