બે સારા ઠરાવ પ જ્ઞાન અને ઉપયોગિતામાં વધારો થાય છે. જે ભાષા ઉર્દૂ લિપિમાં લખેલી છે, પણ જેને મુસલમાન અને હિંદુ બતે સમજી શકે છે, તે પણ હિંદી જ છે, એ હકીકતને સ્વીકાર કરીને, સંમેલન ઉર્દૂ લિપિનું વિરેાધી છે એવી મુસલમાનની શકા તેણે દૂર કરી છે. સંમેલનની પ્રમાણભૂત લિપિ તો દેવનાગરી જ રહેશે, પંજાબના હિંદુઓમાં તેમ જ ખીજે દેવનાગરી લિપિનો પ્રચાર કરવાનું કાર્ય તો ચાલુ જ રહેશે. આ ઠરાવથી દેવનાગરી લિપિનું મૂલ્ય જરાયે એઠું થતું નથી. એ ઠરાવથી તો, મુસલમાને આજ સુધી જેમ ઉર્દૂ લિપિમાં લખતા આવ્યા છે, તેમ લખવાના તેમના હકને સ્વીકાર કરેલા છે. ખીજા ધરાવને વ્યવહારુ અમલ કરવાના ઉદ્દેશથી દેવનાગરી લિપિના વાપરની શચતા કેટલી છે તે શોધી કાઢવાને, અને દેવનાગરી લિપિને લખવામાં વધારે સહેલી, અને આજે છે એટલા અક્ષરોથી જે ઉચ્ચાશ થઈ શકતા નથી તે ઉચ્ચારાને માટેના અક્ષરો ઉમેરીને વધારે સંપૂર્ણ બનાવવા માટે, જે ફેરફાર ને વધારા કરવાના જરૂરી લાગે તે કરવા માટે, કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદ નીચે એક મિતિ નીમવામાં આવેલી છે. જો આંતરપ્રાંતીય સબંધો વધવાના હોય અને પ્રાંતા પ્રાંતા વચ્ચેના વ્યવહારનું વાહન હિંદી બનવાની હોય, તો આ જાતને ફેરફાર આવશ્યક છે, જેમણે હિંદી સાહિત્ય સંમેલનના ધ્યેય પર સહી કરી છે, તેમણે ખીજો ભાગ તો પચીસ વરસથી સ્વીકાર્યો છે. લિપિની ચર્ચા ઘણી વાર થઈ છે, પણ એને ઉકેલ આણવાનો ભારે પ્રયત્ન કદી થયે નથી, અને છતાં આ ઠરાવના પહેલા ભાગમાંથી બીજો આપોઆપ લિત થતો દેખાય છે. એથી હિંદુસ્તાનની ખીજી ભાષાઓ શીખવાનું અતિશય સાદું ને સહેલું થઈ જાય છે. અંગાળીમાં લખેલી રવીદ્રનાથની • ગીતાંજલ ને બંગાળી સિવાય બીજું કાઈ વાંચી શકતું નથી; તે જ્યારે દેવનાગરી લિપિમાં છપાય ત્યારે તેના આસ્વાદ સૌ લઈ શકે છે. એમાં સંસ્કૃતમાંથી આવેલા ઘણા શબ્દો છે તે ખીજા પ્રાંતના લૉકા સહેલાઈથી સમજી શકે. આ થન સાચું છે કે નહિ એની સેટી ગમે તે માણસ કરી શકે છે. આપણે ભવિષ્યની પેઢી પર જુદી જુદી લિપિ શીખવાનો નકામા ખેાળે ન નાંખવા જોઈ એ. તામિલ, તેલગુ, મલયાળી, કાનડી, ઊડિયા અને બંગાળી શીખવા ઇચ્છનારને છ લિપિ શીખવાની ફરજ પાડવી એ ક્રૂરતા છે. મુસલમાન ભાઈ એમનાં લખાણા દ્વારા શું કહે છે તે કરે છે એ તેને જાણવું હાય તો ઉર્દૂ લિપિ શીખવી પડે એ તો જુદી, મે’ સ્વદેશ અથવા મનુષ્યજાતિના પ્રેમીને માટે