લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ

અખિલ ભારતીય સાહિત્ય પરિષ છે, બીજી જરાયે મુસીબત નથી. તામિલ કે ઉર્દૂ લિપિ મને ગમતી નથી એવું નથી. હું એ બન્ને જાણું છું. પશુ માતૃભૂમિની સેવા, જેની પાછળ મારા જીવનની પ્રત્યેક ક્ષણ વપરાઈ રહી છે અને જેના વિના મારે જીવવું અશક્ય થઈ જાય, તે કરતાં કરતાં હું શીખ્યો છું કે, આપણે આપણી પ્રજા પરના બિનજરૂરી ખાજાએ આછા કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ઘણી લિપિ શીખવાના ખાજો અનાવશ્યક અને સહેજે ટળી શકે એવા છે. એટલે સ પ્રાંતાના સાક્ષરાને મારી વિનંતી છે કે, તેઓ આ વિષેના મતભેદો દૂર કરે, અને આ અતિ અગત્યના વિષયમાં એકમત થાય. ત્યારે જ ભારતીય સાહિત્ય પરિષદના કામને સફળતા મળી શકે.

આજે આપણા સાહિત્યમાં બહુ થાડા લોકા, મૂડીભર ભગૅલા લોકો જ રસ લે છે. ભણેલામાં પણ સાહિત્યમાં ખરેખરા રસ લેનાર તો બહુ જ ઓછા હોય છે. ગામડાંમાં તો આપણે બિલકુલ પ્રવેશ જ કર્યું નથી. સેવાગ્રામમાં એક ટકા જેટલા માણસે પણ સાહિત્ય વાંચી શકતા નથી. અમારા રાતના વર્ગમાં છાપું વંચાતું સાંભળવા પૂરા છ માણસે પણ નિયમિત આવતા નથી. આ નિરક્ષરતા દૂર કરવાનું ભગીરથ કામ આપણે કરવું રહ્યું છે. એ આપણાથી મૂકીભર માણસો વડે શી રીતે થઈ શકશે ? એટલે મારે તમારા સૌના સાથ જો એ છે. મને સાહિત્યને ખાતર સાહિત્યના શેખ નથી. માણસાને અક્ષરજ્ઞાન આપવું જ જોઈએ એવું પણ હું માનતો નથી. બુદ્ધિના વિકાસને માટેનાં ઘણાં સાધનામાં અક્ષરજ્ઞાન એક હેવું જોઈએ ખરું, પણ ભૂતકાળમાં આપણે એવા પણ મુદ્ધિના મહાપ્રભાવવાળા માણસો જોયા છે જે સાવ નિરક્ષર હતા. એટલે જ પરિષદે માત્ર અતિ શુદ્ધ ને રેગ્યપ્રદ એવા સાહિત્યની સેવા કરવાની પોતાની મર્યાદા આંકી છે. એમાં જો તમારે હાર્દિક સહકાર ન હોય અને તમે તમારી ભાષામાંથી ચેગ્ય સાહિત્ય ભેગુ કરી આપવા તૈયાર ન હ, તે આ કામ ક્રમ અની શકે ? હુct.૦, ૪–૪–૩૭