રાષ્ટ્રભાષા હિં'દી-હિંદુસ્તાની વાણીનું સર્વસાધારણ માધ્યમ કે વાહન ન હોય તે, બહુ આગળ ન જઈ શકે. સિંધ કે યુક્ત પ્રાંતના લોક જોડે કર્ણાટકી કેવી રીતે સબંધ બાંધી કે સભાળી શાકવા? આપણા કેટલાક જળુ માનતા ને હજી કદાચ માનતા હશે કે, અંગ્રેજી આવું માધ્યમ થઈ શકે. જો આપણા ભણેલાગણેલા થોડાક હજાર માણસોને જ પ્રશ્ન હોત તો તો એ જરૂર ચાલત. પણ મને ખાતરી છે કે, એટલાથી આપણામાંથી કોઈ ને સંતોષ નહિ થાય. હું ને તમે ચાહીએ છીએ કે કરોડ લેક આંતરપ્રાંતીય સંબંધ બાંધે. અને તે તે, અંગ્રેજી દ્વારા શકય હોય તેય, પેઢીઓ સુધી પણ નથી થઈ શકવાનું, એ ઉન્નાડી વાત છે. તે બધાએ અંગ્રેજી શા માટે શીખવું જોઈએ એવું કશું કારણ નથી; અને કમાવાનું એ ચોક્કસ ને સંગીન સાધન તો જરૂર નથી જ. આવી જાતની એની કાંઈ કિંમત કદાચ હશે તોય તે, જેમ જેમ વધારે લોક તે ભણશે તેમ તેમ, ઘટવાની વળી, અંગ્રેજી ભણવામાં જેવી મુશ્કેલી છે તેવી હિંદી હિંદુસ્તાની ભણવામાં જરાયે નથી, અંગ્રેજી ભણતાં જેટલી વાર લાગવાની એટલી એમાં કદી લાગવાની નથી. એવી ગણતરી છે કે, હિંદી-હિંદુસ્તાની ખેલનાર ને સમજનાર હિંદુ મુસલમાનોની સંખ્યા ૨ કરોડથી વધારે છે. શું ૧ કરોડ ૧૦ લાખ કર્ણાટકી પુરુષાને તેમનાં પોતાનાં ૨૦ કરોડ ભાઈબહેને જે ભાષા ખેલે છે તે શીખવાનું નહિ ગમે ? ને તે ખૂબ સહેલાઈથી તે શીખી શકે એમ નથી ? આ પ્રશ્નનો ઉત્તર હમણાં જ એક બીનાએ મારું ખાસ ધ્યાન ખેંચ્યું તે પરથી મળી રહે છે. તમે બધાંએ લેડી રામનના હિંદી વ્યાખ્યાનનો કન્નડી અનુવાદ સાંભળ્યા. તેમાં એ વસ્તુ પર તમારું ધ્યાન આકર્ષાયા વગર નહિ રહ્યુ હાય કે, લેડી રામનના ધણા હિંદી શબ્દો ભાષાંતરમાં સીધા લેવાયા હતા જેવા કે, પ્રેમ, પ્રેમી, સધ, સભા, અધ્યક્ષ, પદ, અનંત, ભક્તિ, સ્વાગત, અધ્યક્ષતા, સમેલન. આ બધા શબ્દ હિંદી કન્નડી ખેઉમાં છે. હવે ધારો કે, કાઈ આ ભાષણનું અંગ્રેજી કરતો હોત તો તે આમાંના એકે શબ્દ વાપરી શકત ? કદી નહિ. આ એકેએક શબ્દોના અંગ્રેજી પર્યાય શ્રોતાઓને માટે નવા જ હોત. એટલે જ્યારે આપણા કેટલાક કર્ણાટકી મિત્રો કહે છે કે હિંદી એમને અધરી લાગે છે, ત્યારે મને હસવું આવે છે; પણ ગુસ્સો અને અધીરા પણ ઓછાં નથી આવતાં. રાજ શેડાક કલાકના ખંતપૂર્વક અભ્યાસથી મહિનાનું કામ એ છે, એ મારી ખાતરી છે. મને ૬૭ વર્ષ થયાં, એટલે હુવે પાક પાન ગણાઉં. પરંતુ કન્નડી અનુવાદ સાંભળતા હતા ત્યારે, તમે ખાતરીથી માનજો કે,